🔥 TRENDING મકરપુરા GIDC માં ફ્લેક્સિકન બેલોઝ હોઝ... મુરદડના માવલી ફળિયામાં રસ્તાની ગંભીર સ... अनुज प्रजापति श्री राम जन्मभूमि सुरक्ष... पाण्याअभावी शेतीचे नुकसान, शेतकरी हवाल... सिरोंज में खाद के लिए किसानों की भारी... ದಿವ್ಯಾಂಗರಿಗೆ ಉಪಕರಣಗಳ ವಿತರಣೆ ಕಾರ್ಯಕ್ರಮ...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

હિંમતનગર નજીક હોટલમાં જમવા બાબતે ગ્રાહક પર કર્મચારીઓનો હુમલો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 22 Sep 2026, 11:10 PM 👁 60
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર નજીક વિરપુર ગામની હોટલ મનમાનમાં જમવાની ફરિયાદ બાદ ગ્રાહક પર હોટલના કર્મચારીઓએ હુમલો કર્યાની ઘટના બની છે,પોલીસે વધુ તપાસ હાથ ધરી છે..

સાબરકાંઠાના-:
હિંમતનગર નજીક વિરપુર ગામે આવેલી હોટલ મનમાન ખાતે જમવા બાબતે થયેલી તકરાર બાદ ગ્રાહક પર હોટલના કર્મચારીઓએ હુમલો કર્યાની ઘટના સામે આવી છે.આ બનાવ બાદ પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે..

પ્રાપ્ત માહિતી અનુસાર આણંદથી અંબાજી દર્શન કરી પરત ફરી રહેલા પદયાત્રીઓ હિંમતનગર નજીક વિરપુર ગામમાં આવેલી હોટલ મનમાન ખાતે જમવા માટે રોકાયા હતા.તેમણે ભોજનનો ઓર્ડર આપ્યો હતો.જો કે ભોજનની ગુણવત્તા અંગે ફરિયાદ કરતાં હોટલના એક કર્મચારી સાથે ગ્રાહકની બોલાચાલી શરૂ થઈ હતી..

આ બોલાચાલી દરમિયાન મામલો વધુ ઉગ્ર બનતાં હોટલના અન્ય કર્મચારીઓએ પણ તેમાં ભાગ લીધો હતો અને ગ્રાહક પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે હોટલ પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.ઘટનાની જાણ થતાં ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.પોલીસે હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
📲Get App