🔥 TRENDING સુરતના ખટોદરા વિસ્તારમાં ફેક્ટરીમાં ફસ... LPU Students End 15-Hour NH-44 Blockad... Fire Ravages Tata Showroom in Hyderpor... Consumer Court Orders Insurer to Pay ₹... ધોરાજી ડેપોના સિનિયર આગેવાન અશોકસિંહ વ... Soori’s ‘Mandaadi’ records 29.6% jump...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરતમાં પાલિકાની લાલ આંખ: રાજમાર્ગ અને કાદરશાહની નાળ પરથી ગેરકાયદે દબાણો હટાવાયા

✍️ Reporter: Dhaval Maheta 🗓 22 Sep 2026, 09:20 PM 👁 37
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન તંત્ર દ્વારા શહેરના મુખ્ય માર્ગો અને ફૂટપાથોને અડચણમુક્ત કરવા માટે કડક ઝુંબેશ હાથ ધરીને ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો અને ફૂટપાથોને અડચણમુક્ત કરવા માટે એક કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત શહેરના ઐતિહાસિક રાજમાર્ગ તથા કાદરશાહની નાળ સહિતના જાહેર માર્ગો પર દુકાનદારો દ્વારા ગેરકાયદે રીતે મુકવામાં આવતા સ્ટેચ્યુ, બોર્ડ અને અન્ય માલસામાનના દબાણો સામે પાલિકાના સેન્ટ્રલ ઝોન તંત્રએ લાલ આંખ કરી ત્વરિત કાર્યવાહી હાથ ધરી છે.

સ્થાનિક રહીશો દ્વારા આ ગેરકાયદે દબાણો અંગે ઉગ્ર ફરિયાદો અને રજૂઆતો કરવામાં આવી હતી. રહીશોની આ રજૂઆતો બાદ મહાનગરપાલિકાનું તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને રસ્તાઓ પરથી દબાણો હટાવીને તેને ખુલ્લા કરાવ્યા હતા.

રાજમાર્ગ પર કપડાં અને અન્ય ચીજવસ્તુઓના વેપારીઓ દ્વારા પોતાની દુકાનોની બહાર ફૂટપાથ અને જાહેર માર્ગ સુધી સ્ટેચ્યુ તેમજ સામાન ગોઠવી દેવામાં આવતો હતો. વેપારીઓએ રસ્તા સુધી સ્ટેચ્યુ ખડકી દેતા આ ગેરકાયદે દબાણોને કારણે રાહદારીઓ માટે ફૂટપાથ પર ચાલવાની જગ્યા બચી નહોતી.

ફૂટપાથ પર જગ્યા ન હોવાના પરિણામે, સિનિયર સિટિઝનો, મહિલાઓ અને સામાન્ય નાગરિકોને જીવના જોખમે મુખ્ય રસ્તા પરથી પસાર થવાની નોબત આવતી હતી. આ સિવાય જાહેર માર્ગો પર મોટા પ્રમાણમાં સામાન ખડકાતાં ટ્રાફિક વ્યવસ્થા પણ ખોરવાઈ જતી હતી અને વાહનચાલકોને ભારે અડચણનો સામનો કરવો પડી રહ્યો હતો.
📲Get App