🔥 TRENDING Shreya Ghoshal Launches Independent Po... Uttarakhand CM Calls for Immediate Eva... Haryana to Pay Interest on Delayed Gov... Light rain expected in Gurgaon today;... Haryana Congress launches statewide pr... રાજકોટ: સસ્તા વ્યાજની લાલચ આપી જમીન પચ...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા ભાવનગર ખાતે તા. ૨૪ સપ્ટેમ્બરના રોજ ક્લસ્ટર ભરતીમેળાનું આયોજન

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 22 Sep 2026, 09:52 AM 👁 38
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા ભાવનગર ખાતે તા. ૨૪ સપ્ટેમ્બરના રોજ ક્લસ્ટર ભરતીમેળાનું આયોજન

ધોરણ ૧૦-૧૨ પાસથી લઈને સ્નાતક, અનુસ્નાતક અને ITI-ડિપ્લોમા લાયકાત ધરાવતા ઉમેદવારોને રોજગારીની તક


અમરેલી તા.૨૧ સપ્ટેમ્બર,
જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ભાવનગર તથા જિલ્લા રોજગાર કચેરી, અમરેલી અને બોટાદના સંયુક્ત ઉપક્રમે આગામી તા. ૨૪/૦૯/૨૦૨૬, ગુરુવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ભાવનગરના મોતીબાગ ટાઉન હોલ સ્થિત શ્રી અટલ બિહારી ઓડિટોરિયમ હોલ ખાતે ક્લસ્ટર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ભરતીમેળામાં SSC, HSC, સ્નાતક, અનુસ્નાતક, ITI તથા ડિપ્લોમા જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે વિવિધ જગ્યાઓ પર ભરતીની તક ઉપલબ્ધ થશે. જેમાં મશીન ઓપરેટર, ટેકનિશિયન, સુપરવાઈઝર, ટ્રેનિંગ સેન્ટર મેનેજર, સેલ્સ એક્ઝિક્યુટિવ, રિલેશનશિપ મેનેજર, માર્કેટિંગ, કેરિયર એજન્ટ, લેબર, બ્રાન્ચ મેનેજર, આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર સહિતની વિવિધ જગ્યાઓનો સમાવેશ થાય છે.

ઉપરોક્ત શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુ ઉમેદવારોએ ભરતીમેળામાં રૂબરૂ મુલાકાત અને ઇન્ટરવ્યુ માટે પોતાના રિઝ્યુમની નકલ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે. ભરતીમેળામાં ભાગ લેનાર નોકરીદાતાઓ, ઉપલબ્ધ જગ્યાઓ તથા જરૂરી શૈક્ષણિક લાયકાત અંગેની વિસ્તૃત માહિતી માટે રોજગારવાંચ્છુઓએ જિલ્લા રોજગાર કચેરી, અમરેલીની ટેલિગ્રામ ચેનલ EMP AMRELIની મુલાકાત લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
📲Get App