🔥 TRENDING Ambala Construction Site Collapse Leav... Kharif Acreage Surpasses Five‑Year Ave... Rumor of Student Rape Sparks Protests... 3-Day Bank Strike Called Off After Lat... India’s Diplomatic Dilemma: Navigating... Pakistan reaches Asian Games cricket s...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

શંખેશ્વર ખાતે જીલણી અગિયારસ નિમિત્તે શ્રી બાબા રામદેવપીરની ભવ્ય શોભાયાત્રા યોજાઈ

✍️ Reporter: Atul Thakor 🗓 22 Sep 2026, 07:00 PM 👁 223
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
**પ્રેસ નોટ**

**શંખેશ્વર ખાતે જીલણી અગિયારસ નિમિત્તે શ્રી બાબા રામદેવપીરની ભવ્ય શોભાયાત્રા યોજાઈ**

**શંખેશ્વર:**

શંખેશ્વર ખાતે જીલણી અગિયારસના પવિત્ર પર્વ નિમિત્તે લોકદેવતા શ્રી બાબા રામદેવપીરની એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં શંખેશ્વર ગામ તથા આસપાસના વિસ્તારના ભાવિક ભક્તો, માતાઓ અને બહેનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

શોભાયાત્રા દરમિયાન સમગ્ર શંખેશ્વર ધામ ડી.જે.ના તાલે ગૂંજી ઉઠ્યું હતું. ભક્તો રામદેવપીર મહારાજની ભક્તિમાં લીન થઈને ઝૂમી ઉઠ્યા હતા, જેના કારણે સમગ્ર ગામમાં અદ્ભુત ભક્તિમય માહોલ સર્જાયો હતો.

આ ધાર્મિક પ્રસંગે 'નવનિર્માણ ગ્રુપ-શંખેશ્વર' દ્વારા શોભાયાત્રામાં જોડાયેલા શ્રદ્ધાળુઓ માટે ઠંડા પીવાના પાણી તેમજ સ્વાદિષ્ટ લીંબુ શરબતની ઉત્કૃષ્ટ વ્યવસ્થા કરીને માનવસેવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.

આ સેવા કાર્યમાં નવનિર્માણ ગ્રુપના વિનોદભાઈ ઠાકોર પ્રદેશ ડેલીગેટ કોંગ્રેસ, ભુરાભાઈ સાધુ, ચંદુભાઈ પંચાલ, વિપુલભાઈ નાઈ, ડોલાભાઈ રાવળ, ધ્રુવ મહારાજ, પ્રકાશ ઠાકોર, ભાણો, બળદેવભાઈ રામી રમેશભાઈ રાવળ, કાળુભાઈ ચાવડા તથા દીપક ઠાકોર લાલભાઈ વાઘેલા સહિતના યુવાનોએ ભારે જહમત ઉઠાવીને પ્રશંસનીય સેવા આપી હતી.

સમગ્ર શોભાયાત્રા શાંતિપૂર્ણ અને ભક્તિસભર વાતાવરણમાં સંપન્ન થઈ હતી.
📲Get App