🔥 TRENDING Ponda’s 15‑year‑old municipal complex... Road safety concerns persist in Porvor... * *आपसी सहमति से जमीन का बंटवारा, वर्... Heritage Rulebook Unveiled for Old Goa... Church Holds Celebration, Reports Sang... 10‑Day Cleanliness Drive Begins at Man...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ઝાલોદમાં ડોળ ગ્યારસ નિમિત્તે ભગવાનની ડોળી સાથે ભવ્ય શોભાયાત્રા યોજાઈ

✍️ Reporter: Pankaj Pandit 🗓 22 Sep 2026, 06:58 PM 👁 370
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ઝાલોદમાં ડોળ ગ્યારસ નિમિત્તે ભગવાનની ડોળી સાથે ભવ્ય શોભાયાત્રા યોજાઈ

અગ્રવાલ ગીતા મંદિરથી નીકળેલી શોભાયાત્રા રામસાગર તળાવ સુધી પહોંચી, મહાઆરતી સાથે ભક્તિમય માહોલ સર્જાયો



ઝાલોદ નગરમાં મંગળવાર, તા. 22 સપ્ટેમ્બર 2026ના રોજ ડોળ ગ્યારસ (જળઝીલણી એકાદશી) નિમિત્તે શ્રી અગ્રવાલ સમાજ, ઝાલોદ દ્વારા ભગવાનની ડોળી સાથે ભવ્ય ધાર્મિક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે 5:00 કલાકે શ્રી અગ્રવાલ ગીતા મંદિર ખાતેથી ભગવાનની ડોળી સાથે શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો.
હિંદુ ધર્મમાં ભાદરવા સુદ અગિયારસને ડોળ ગ્યારસ, જળઝીલણી એકાદશી, પરિવર્તિની એકાદશી અને વામન એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ ચાતુર્માસ દરમિયાન શયન કરતા ભગવાન વિષ્ણુ આ દિવસે પોતાની શયન મુદ્રામાં પરિવર્તન કરે છે, તેથી તેને પરિવર્તિની એકાદશી કહેવામાં આવે છે. ભગવાનની ડોળી સાથે શોભાયાત્રા કાઢવાની પરંપરાને કારણે આ પર્વને ડોળ ગ્યારસ તથા જળઝીલણી એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ ધાર્મિક પરંપરા અંતર્ગત અગ્રવાલ ગીતા મંદિરથી ભગવાનની પવિત્ર ડોળી સાથે શોભાયાત્રા નીકળી હતી. નગરના રાજમાર્ગો પર ધાર્મિક ભજનોની રમઝટ સાથે રાસ-ગરબાની રમઝટ જોવા મળી હતી. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાતા સમગ્ર નગર ભક્તિમય માહોલમાં રંગાયું હતું.
શોભાયાત્રા નગરના વિવિધ માર્ગો પરથી પસાર થઈને રામસાગર તળાવ સુધી લઈ જવામાં આવી હતી. રામસાગર તળાવ ખાતે ધાર્મિક વિધિ સાથે મહાઆરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી ભગવાનના દર્શન અને મહાઆરતીનો લાભ લીધો હતો.
શ્રી અગ્રવાલ સમાજ દ્વારા આયોજિત આ ધાર્મિક કાર્યક્રમમાં સહપરિવાર મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. ડોળ ગ્યારસના પાવન પર્વે ભગવાનની ડોળી સાથે નીકળેલી શોભાયાત્રા અને ભક્તિમય કાર્યક્રમથી ઝાલોદ નગરમાં ધાર્મિક અને આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું.
📲Get App