રામદેવ પીર ધજા મહોત્સવ
Watch on:
▶️ YouTube
ધજા મહોત્સવ
કેશોદ ના અજાબ ગામે.સમસતધેડિયા કોળી સમાજ પરિવાર દ્વારા દર વર્ષે ની જેમ આ વર્ષે પણ ભાદરવા સુદ અગિયારસ ના દિવશે સમસ્ત કોળી સમાજ દ્વારા વિશાળ શોભાયાત્રા નીકળી હતી ગામ ના મુખ્ય માર્ગ પર પ્રસથાન કરાવવા આવેલ ગામ ના વિવિધ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું સરપંચ શ્રી મગનભાઈ અધેરા ની મદદ કાર્યાલય ખાતે ઉષ્મા ભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું ઠંડા પાણી ની બધા માટે વ્યવસ્થા પુરી પાડવામાં આવી હતી ગામ મા ભક્તિ મય માહોલ ડીજે ના તાલે વાજતે ગાજતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ભાઈ બહેનો ને અબાલ વૃદ્ધ સહુ આ નેજા મહોત્સવ માં ભક્તિ ભાવ સાથે જોડાયેલા જોવા મળ્યા હતા આ કાર્યક્રમ ને સફળ બનાવવા કોળી સમાજ ના યુવાનો એ ભારે જહેમત ઉઠાવી હતી અને સાંજ ના ભક્તિ ભજન કીર્તન ના કાર્યક્રમ સાથે ભોજન મહાપ્રસાદ નુ પણ આયોજન કરવામાં આવ્યું છે આમ ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ નજરે જોવા મળ્યો હતો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ફટાકડા ફોડી ને આ ઉત્સવ પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી