🔥 TRENDING Virender Sehwag's Hilarious Reaction t... Scripted Video Circulates as Real Hara... Secret Spot Goes Viral, Crowds Overwhe... Seoul Blames Kyiv for Breach of Secrec... The Tribune Records Search for 'jijith... The Tribune publishes profile of Dr Sh...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

પદયાત્રીઓને કારે ટક્કર મારી, ટોળાએ કાર સળગાવી - હિંમતનગરના દોલગઢમાં હંગામો

✍️ Reporter: Hasmukh Bhoi 🗓 21 Sep 2026, 10:18 PM 👁 49
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નીડ... Twenty-four News

વાત કરીએ સાબરકાંઠાની, જ્યાં હિંમતનગરના દોલગઢ પાટિયા નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો છે.

મળતી માહિતી મુજબ, અંબાજી તરફ જઈ રહેલા પદયાત્રીઓના સંઘને એક પૂરપાટ ઝડપે આવતી કારે ટક્કર મારી હતી. આ ટક્કરમાં પાંચ થી સાત જેટલા પદયાત્રીઓને અડફેટે લેવાયા હોવાનું સામે આવ્યું છે.

અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે જ રોષે ભરાયેલા પદયાત્રીઓ અને સ્થાનિક લોકોએ કારને ઝડપી પાડી હતી અને ત્યારબાદ કારને આગ ચાંપી દેતા કાર ભડભડ બળીને ખાખ થઈ ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે, ફોરલેન હાઇવે પર પદયાત્રા દરમિયાન વાહનો માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોવા છતાં, બેફામ વાહનો દોડતા હોવાથી પદયાત્રીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઘટનાને પગલે પદયાત્રીઓમાં તંત્ર સામે પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.
📲Get App