🔥 TRENDING Up police constable राकेश टिकैत ने ललितपुर में किसानों की... தமிழ்நாட்டில் இன்று 5 மாவட்டங்களில் கன... गुना: चार शातिर बाइक चोर गिरफ्तार, 24... श्री राम यात्रा कंपनी गिरधरपुरा कोटा द... મેગા સ્વછતા અભિયાન
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

મોડાસાના ડેપ્યુટી મામલતદાર બનીને ફરતા બોગસ અધિકારીને મણિનગરથી પોલીસે ઝડપી લીધો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 21 Sep 2026, 09:15 PM 👁 63
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગુજરાત સરકારમાં કોઈ હોદ્દો ન હોવા છતાં ડેપ્યુટી મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ બનીને લોકોને છેતરપિંડી કરતો શખ્સ મણિનગરમાંથી પોલીસે ઝડપાવ્યો છે. આરોપી પાસેથી મોડાસાનું બોગસ આઈડી કાર્ડ જપ્ત કરાયું છે..

અમદાવાદના-:
મણિનગરના દક્ષિણી રેલવે ક્રોસિંગ પાસેથી પોલીસે એક બોગસ અધિકારીને ઝડપી પાડ્યો છે.આરોપીની ઓળખ કિરીટકુમાર અમીન ઉર્ફે કે.બી.અમીન તરીકે થઈ છે.પોલીસે આરોપી પાસેથી મોડાસાના ડેપ્યુટી મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટનું બોગસ આઈડી કાર્ડ મળી આવ્યું છે..

પોલીસના આરોપ મુજબ ગુજરાત સરકારમાં કોઈ પણ હોદ્દો ન હોવા છતાં આરોપી સરકારી અધિકારી હોવાની ખોટી ઓળખ આપતો હતો.તે લોકોને આ ખોટી ઓળખ આપીને છેતરપિંડી કરતો હોવાનું પોલીસે જણાવ્યું છે.આરોપી જયહિંદ ચાર રસ્તા પાસે વોચ ગોઠવીને ફરતો હતો.પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અગાઉ પણ બનાવટી પોલીસ બનીને ફરવાના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે.હાલમાં પોલીસે આરોપીને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App