🔥 TRENDING BJP Yatra Tragedy in Mansa: District V... PV Sindhu and Unnati Hooda's defeats e... Springfield News-Sun Reports on India-... FM Sitharaman Quotes 'We are playing h... ખેડા લવાલમાં 9 લોકોનું જૂથ યુવક પર લોહ... लूणकरणसर तहसील के सभी गांवों की सरपंच...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિરમગામ શહેરમાં શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા પર્યુષણ પર્વ બાદ આજે તપસ્વીઓ સાથે ની ભવ્ય શોભા યાત્રા યોજાઈ હતી

✍️ Reporter: Gilani Asikali 🗓 21 Sep 2026, 08:54 AM 👁 122
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ જીલ્લાના વિરમગામ શહેરમાપર્યુષણ પર્વ દરમિયાન નાની મોટી આરાધના કરનાર તપસ્વીઓને પારણા કરાવવામાં આવ્યા હતા ત્યારબાદ શાસન દેવની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી શોભા યાત્રા શાંતિનાથ જિનાલયથી પ્રારંભ થઈ હતી આ યાત્રામાં મોટી સંખ્યામાં જૈન સમાજના શ્રાવક શ્રાવિકાઓ જોડાયા હતા.વિરમગામ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના આંગણે ચાતુર્માસ અર્થે પધારેલ પ્રવચન પ્રભાવી કા યશોવર્ધના શ્રીજી આદિ ઠા ણા 15 ની શુભ વિશ્રામા પર્યુષણ પર્વ બાદ ભવ્ય શોભા યાત્રા શાંતિનાથ જિનાલય લઈ થી નીકળી હતી ઘરાવાડી ધર્મ ધજા ભગવાનનો કલાત્મક ચાંદીનો રથ ત્રિશલા માતાને આવેલ ચાંદીના સ્વપ્નોની ઝાંખી શણગારેલી ઊંટગાડી બગીઓ બેન્ડવાજા શરણાઈ વાદક વાજતે ગાતે શોભાયાત્રા શહેરના રાજમાર્ગ ઉપર નીકળી હતી શોભાયાત્રા પૂર્ણ થયા બાદ પાણી વિતરણ કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં જૈન સંઘના આણંદજી કલ્યાણજી પેઢીના ચેરમેન વિપુલભાઈ ગાંધી તપાગચ્છ ના ચેરમેન પંકજભાઈ ગાંધી સેક્રેટરી ધર્મેશભાઈ સંઘવી ટ્રસ્ટીગણ સહિત થઈ મોટી સંખ્યામાં ભાઈ બહેનો યુવક યુવતીઓ નવા વસ્ત્રો પરિધાન કરી જૈન સમાજના જોડાયા હતા બાદમાં સંઘનુ સ્વામી વાત્સલ્ય જૈન વાડી ખાતે રાખવામાં આવ્યું હતું.
રિપોર્ટર.
આસીક અલી ગીલાણી
વિરમગામ
📲Get App