🔥 TRENDING Consumer Court Orders Insurer to Pay ₹... ધોરાજી ડેપોના સિનિયર આગેવાન અશોકસિંહ વ... Soori’s ‘Mandaadi’ records 29.6% jump... Day 3 Box‑Office Surge for ‘Vvaan’ Sta... Sidharth Malhotra's 'Vvaan' posts thir... Manipur to Host First ISL Match on Wor...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

સુરેન્દ્રનગરમાં એસ.પી. પ્રેમસુખ ડેલૂની હાજરીમાં પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ઇકો-ફ્રેન્ડલી ગણેશ વિસર્જન કરાયું..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 21 Sep 2026, 01:02 PM 👁 52
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરેન્દ્રનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે સ્થાપિત ઇકો-ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિનું એસ.પી. પ્રેમસુખ ડેલૂ અને પોલીસ પરિવાર દ્વારા પર્યાવરણ જતનના સંદેશ સાથે ભાવભીની વિદાય આપી વિસર્જન કરવામાં આવ્યું..

સુરેન્દ્રનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે સ્થાપિત કરવામાં આવેલી ઇકો-ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિનું આજરોજ ભાદરવા સુદ નોમના પવિત્ર દિવસે સંપૂર્ણ ભક્તિભાવ અને ધામધૂમથી વિસર્જન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક (એસ.પી.) પ્રેમસુખ ડેલૂ અને સમગ્ર પોલીસ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો..

પર્યાવરણની સુરક્ષા અને જતનનો સુંદર સંદેશ આપવા માટે પોલીસ હેડ ક્વાર્ટર પરિસરમાં જ એક કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું હતું. આ કૃત્રિમ તળાવમાં ગણપતિ બાપ્પાની મૂર્તિનું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન-અર્ચન કરીને વિસર્જન કરવામાં આવ્યું હતું. આ આયોજન દ્વારા પોલીસે પર્યાવરણ બચાવવાનો એક ઉત્કૃષ્ટ સંદેશ સમાજ સમક્ષ રજૂ કર્યો છે.આ ધાર્મિક આયોજનમાં સમગ્ર પોલીસ પરિવારે ભારે ઉત્સાહ અને ભક્તિભાવપૂર્વક ભાગ લીધો હતો. "ગણપતિ બાપ્પા મોરિયા, પુડચા વર્ષી લૌકરિયા..!" ના નારાઓ સાથે બાપ્પાને ભાવભીની વિદાય આપવામાં આવી હતી.
📲Get App