🔥 TRENDING राजस्थान में हुई पंचायती चुनाव की प्रक... आष्टा जिला सीहोर के वार्ड नंबर 4 महीनो... Hanuman Ansh Surpasses ₹400 Crore Worl... Marvel's 'Avengers Endgame Encore' ear... સુરતમાં કારખાનામાં ચોરી કરવા ઘૂસેલા બે... Sidharth‑Tamannaah’s ‘Vvaan’ posts str...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ભીલવશી ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આદિજાતિ પરિવાર સાથે માણ્યું સાદું ભોજન

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 21 Sep 2026, 07:35 AM 👁 118
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નર્મદા જિલ્લાની મુલાકાતે પધારેલા ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગરૂડેશ્વર તાલુકાના ભીલવશી ગામે આદિજાતિ પરિવાર સાથે આત્મીય સંવાદ કરી ગ્રામ્ય જીવનની નજીકથી જાણકારી મેળવી હતી. રાજ્યપાલશ્રી ભીલવશી ગામના શ્રી અશ્વિનભાઈ ગોવિંદભાઈ તડવીના નિવાસસ્થાને પહોંચ્યા હતા, જ્યાં તેમણે પરિવારજનો સાથે સહજતાપૂર્વક મુલાકાત કરી હતી.
રાજ્યપાલશ્રીએ અશ્વિનભાઈ તડવી અને તેમના પરિવાર સાથે હળવાશભર્યો સંવાદ સાધી પરિવારની જીવનશૈલી, રોજગાર, ખેતી-પશુપાલન તેમજ દૈનિક જીવન અંગે રસપૂર્વક માહિતી મેળવી હતી. ગ્રામ્ય પરંપરા મુજબ પરિવારજનો સાથે ઘરઆંગણે બેસીને તેમણે સાદા ભોજનનો પણ આત્મીયતાપૂર્વક આસ્વાદ માણ્યો હતો.
આ પ્રસંગે રાજ્યપાલશ્રી સાથે અશ્વિનભાઈ ગોવિંદભાઈ તડવીના માતૃશ્રી ધનીબેન ગોવિંદભાઈ તડવી, પત્ની શ્રીમતી નયનાબેન તડવી, પુત્ર શ્રી દિગ્વિજય તડવી અને પુત્રવધૂ શ્રીમતી કરિશ્માબેન તડવી સહિત પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
અશ્વિનભાઈ તડવીનો પરિવાર ખેતમજૂરી સાથે સંકળાયેલો છે અને મહેનત-મજૂરી થકી જીવનનિર્વાહ કરે છે. રાજ્યપાલશ્રી તેમના નિવાસસ્થાને પધાર્યા અને પરિવાર સાથે ભોજન કરી આત્મીય સમય વિતાવ્યો તે પરિવાર માટે આનંદ અને ગૌરવની ક્ષણ બની હતી.
રાજ્યપાલશ્રીની આ સહજ અને આત્મીય મુલાકાત બદલ અશ્વિનભાઈ તડવીના પરિવારજનોએ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. ગ્રામ્ય પરિવારના ઘેર જઈ તેમની સાથે સંવાદ અને ભોજન કરવાના આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ ગ્રામજીવન સાથેની સહજ આત્મીયતાનો પરિચય કરાવ્યો હતો.
📲Get App