🔥 TRENDING Virender Sehwag's Hilarious Reaction t... Scripted Video Circulates as Real Hara... Secret Spot Goes Viral, Crowds Overwhe... Seoul Blames Kyiv for Breach of Secrec... The Tribune Records Search for 'jijith... The Tribune publishes profile of Dr Sh...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

વેરાવળમાં ખારવા સમાજે યોજી ભવ્ય રામદેવજી મહારાજની શોભાયાત્રા

✍️ Reporter: Sudip Gadhiya 🗓 21 Sep 2026, 01:54 PM 👁 200
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વેરાવળમાં ખારવા સમાજે ૨૧/૦૯/૨૦૨૬ના ભાદરવા સુદ દશમના પાવન દિવસે રામદેવજી મહારાજના ઘોડાની ભવ્ય શોભાયાત્રા યોજી, અને આવતીકાલે ધ્વજારોહણ યાત્રા નીકળશે.

વેરાવળમાં સમસ્ત ખારવા સમાજ દ્વારા ૨૧/૦૯/૨૦૨૬ના ભાદરવા સુદ દશમના પાવન દિવસે શ્રી રામદેવજી મહારાજના ઘોડાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરંપરાગત કાર્યક્રમમાં સમાજના પટેલ શ્રી જીતુભાઈ કુહાડા અને અધ્યક્ષ શ્રી કિશોરભાઈ કુહાડાના નેતૃત્વ હેઠળ ખારવાવાડ સ્થિત શ્રી કામનાથ મહાદેવ મંદિરે બ્રાહ્મણો દ્વારા વિધિવત્ પૂજા-અર્ચના કરવામાં આવી.

વિધિ પૂર્ણ થયા પછી ડીજેના તાલ અને ભક્તિમય માહોલમાં શોભાયાત્રા ખારવાવાડ વિસ્તારમાં પ્રસ્થાન પામી. સમગ્ર રૂટ પર સમાજના આગેવાનોનું સ્થાનિકો દ્વારા ફૂલહાર અને ઠંડા પીણાં આપી ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું, અને ભક્તિભાવપૂર્વક શોભાયાત્રા શ્રી જીતુભાઈ કુહાડાના નિવાસસ્થાને પહોંચી સમાપ્ત થઈ.

આ ધાર્મિક ઉત્સવમાં જાલેશ્વર રામદેવજી મહારાજ મંદિરના મહંત શ્રી ગોપાલગીરી બાપુ, ઉપ-પટેલ બાબુભાઈ આગિયા, પટેલ ગોપાલભાઈ ફોફંડી, મંત્રી નારણભાઈ બાંડીયા, વેરાવળ હોડી એસોસિએશનના પ્રમુખ હીરાભાઈ વધાવી, વેરાવળ સંયુક્ત માછીમાર બોટ એસોસિએશનના ઉપ-પ્રમુખ બાલાભાઈ કોટિયા, વિવિધ બેઠકના પટેલશ્રીઓ, કુહાડા પરિવારજનો, વેરાવળ સિટી પોલીસનો કાફલો અને વિશાળ સંખ્યામાં ખારવા સમાજના ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા.

પરંપરા અનુસાર આવતીકાલે ભાદરવા સુદ અગિયારસ, ૨૨/૦૯/૨૦૨૬ (મંગળવાર)ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે શ્રી કામનાથ મંદિર ખાતેથી ભવ્ય ધ્વજારોહણ યાત્રા નીકળશે, જે વેરાવળ શહેરના મુખ્ય માર્ગો પર ફરી સાંજે જાલેશ્વર સ્થિત શ્રી રામદેવજી મહારાજના મંદિરે પહોંચી પૂર્ણ થશે.
📲Get App