🔥 TRENDING खानपुर पुलिस ने देशी कट्टा और कारतूस क... स्वदेशी वस्तुओं के उपयोग से आत्मनिर्भर... Taylor Swift Wins Top Honors at VMAs 2... Actor Adam Brody Calls for ‘Free Pales... Taylor Swift Wins Video of the Year at... वेस्टइंडीज के खिलाफ शतक जड़ने वाले दो...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદના ગીતામંદિર પાસે ધોળા દિવસે લૂંટ કરનારા બે આરોપીઓને કાગડાપીઠ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપ્યા..
Crime

અમદાવાદના ગીતામંદિર પાસે ધોળા દિવસે લૂંટ કરનારા બે આરોપીઓને કાગડાપીઠ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપ્યા..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 20 Sep 2026, 12:54 PM 👁 55
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદના ગીતામંદિર પાસે ધોળા દિવસે લૂંટની ઘટના સામે આવ્યા બાદ કાગડાપીઠ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં બે આરોપીઓની ધરપકડ કરી છે..

અમદાવાદના-:
ગીતામંદિર વિસ્તાર પાસે ધોળા દિવસે લૂંટની એક ઘટના સામે આવી છે.આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કાગડાપીઠ પોલીસ દ્વારા તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવામાં આવી હતી.પોલીસે ગણતરીના કલાકોમાં જ લૂંટના આ ગુનામાં સામેલ બે આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે..

આ બનાવની ગંભીરતા ધ્યાને લઈ,કાગડાપીઠ પોલીસ દ્વારા જુદી-જુદી ટીમો બનાવવામાં આવી હતી.આ ટીમોએ વિવિધ દિશામાં તપાસ હાથ ધરીને ગણતરીના કલાકોમાં જ આ ગુનાના બે આરોપીઓને હસ્તગત કરી લીધા છે.પોલીસ દ્વારા પકડાયેલા આરોપીઓ સામે લૂંટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ધોળા દિવસે બનેલી આ ઘટનામાં પોલીસે ત્વરિત પગલાં ભરીને આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
📲Get App