🔥 TRENDING उन्नाव में मूसलाधार बारिश से जनजीवन अस... LPU Students Protest Against Administr... User Searches for 'deescalatetensions'... TribuneIndia.com Users Search for "Jij... Dr Shiny Devassy featured in Tribune I... Truck rams police SUV in Rewari, drive...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ડભોઇ: સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઈ દુષ્કર્મ આચરનાર આરોપીને કોર્ટે પોક્સો હેઠળ સજા ફટકારી
National

ડભોઇ: સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઈ દુષ્કર્મ આચરનાર આરોપીને કોર્ટે પોક્સો હેઠળ સજા ફટકારી

✍️ Reporter: Rathod Shahidkha 🗓 20 Sep 2026, 12:38 PM 👁 226
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ડભોઇ તાલુકાના ચાંદોદ નજીક નંદેરિયા ગામના ૧૯ વર્ષીય યુવક સામે સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ આચરવાના કેસમાં કોર્ટે ગંભીરતા દાખવી પોક્સો હેઠળ સજા ફટકારી છે.

ડભોઇ તાલુકાના ચાંદોદ નજીક આવેલા નંદેરિયા ગામમાં સગીર વયની દીકરીને લગ્નની લાલચ આપી ભગાડી જવાના અને તેના પર દુષ્કર્મ આચરવાના ગંભીર ગુનામાં કોર્ટે આરોપીને પોક્સો (POCSO) એક્ટ હેઠળ કડક સજા ફટકારી છે. આ કેસમાં આરોપી ૧૯ વર્ષીય દેવ ગોપાલભાઈ માછી સામે ગંભીર આરોપો નોંધાયા હતા.

મળતી માહિતી અનુસાર, આરોપી દેવ ગોપાલભાઈ માછીએ સગીરાને લગ્નની લાલચ આપી પોતાની જાળમાં ફસાવી હતી અને ત્યારબાદ તેને ભગાડી ગયો હતો. આ ઘટના અંગે ફરિયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને પીડિતાની તબીબી તપાસ કરાવવામાં આવી હતી.

પીડિતાની તબીબી તપાસ દરમિયાન તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની પુષ્ટિ થઈ હતી. આ તબીબી પુરાવાઓ અને કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અદાલતે આરોપી દેવ ગોપાલભાઈ માછીને દોષિત જાહેર કરી પોક્સો કાયદા હેઠળ સજા ફટકારી ન્યાયી ચુકાદો આપ્યો છે.
📲Get App