🔥 TRENDING Rajasthan Police Blocks 15,000 Numbers... Rajasthan Launches e-Pathshala for Cla... IMD Warns of Heavy Rain and Thundersto... Katrina Kaif Reveals Mother’s Journey... Tamil Nadu POCSO Closure Report Access... Police and protesters clash in Ujjain...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અંબાજી ધામમાં ભાદરવી પૂનમ મહામેળાનો ભવ્ય પ્રારંભ
Local

અંબાજી ધામમાં ભાદરવી પૂનમ મહામેળાનો ભવ્ય પ્રારંભ

✍️ Reporter: Rajesh vanjara 🗓 20 Sep 2026, 07:18 PM 👁 45
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઢોલ-નગારાના નાદ સાથે પ્રભારી મંત્રી કમેશ પટેલની ઉપસ્થિતિમાં ભાદરવી પૂનમ મહામેળાનું ઉદ્ઘાટન થયું, જેમાં 40 લાખથી વધુ ભક્તોની હાજરીની અપેક્ષા છે.

અંબાજી ધામમાં ભક્તિ અને આસ્થાના માહોલ વચ્ચે ભાદરવી પૂનમ મહામેળાનો શુભ પ્રારંભ થયો હતો. ઢોલ-નગારાના નાદ સાથે મહામેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

પ્રભારી મંત્રી કમેશ પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. યાત્રાધામ સુવિધા સ્ટેટ મંત્રી, બનાસકાંઠા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા તથા મંદિર દેવસ્થાન ટ્રસ્ટના અધિકારીઓની ઉપસ્થિતિમાં મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

મહાનુભાવોએ મેળાના રથને ખેંચી મહામેળાનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારબાદ માતાજીની આરતી કરવામાં આવી હતી અને ભક્તિમય વાતાવરણ વચ્ચે મેળાની શરૂઆત થઈ હતી. ડ્રોન દ્વારા માતાજી પર પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી.

ભાદરવી પૂનમના મેળામાં અંદાજે 40 લાખથી વધુ ભક્તો ઉમટવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભક્તોની સુવિધા માટે તંત્ર દ્વારા પીવાનું પાણી, આરોગ્ય, સુરક્ષા, ટ્રાફિક સહિતની જરૂરી સેવાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. અંબાજી ધામમાં ભક્તિ અને આસ્થાના માહોલ વચ્ચે ભાદરવી પૂનમ મહામેળાની ભવ્ય શરૂઆત થતાં સમગ્ર અંબાજી નગર જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું છે.
📲Get App