🔥 ट्रेंडिंग बैंकों की 3 दिवसीय हड़ताल टली: 5-दिवसी... પીરછલ્લા બાળ ગણેશ મહોત્સવ परीनीति चोपड़ा ने OTT व टीवी कलाकारों... थाई धावक बूनसन ने दोहरी जीत हासिल की,... मोहम्मद कैफ़ ने कहा, युवाओं को विराट क... इंडिया बन गया विश्व समाचार का केंद्र,...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમરેલીમાં ધોળા દિવસે બિપિન ટેલર દુકાન પર ગોળીબારી, બે આરોપીઓ પલાયન
अपराध

અમરેલીમાં ધોળા દિવસે બિપિન ટેલર દુકાન પર ગોળીબારી, બે આરોપીઓ પલાયન

✍️ रिपोर्टर: Rangpara Shaileshbhai 🗓 20 सित. 2026, 11:10 AM 👁 52
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલીમાં ધોળા દિવસે બિપિન ટેલર દુકાન પર ગોળીબારી, દુકાનદારને ઇજા, આરોપીઓ પલાયન, પોલીસ તપાસ શરૂ.

અમરેલી શહેરના રામજી મંદિર નજીક આવેલ બિપિન ટેલર નામની દુકાનમાં ધોળા દિવસે બપોરે ગોળીબારી થઈ, જેમાં બે શખ્સો બુલેટથી દુકાનદાર સાથે ઝઘડો કર્યા બાદ એક રાઉન્ડ ફાયરિંગ કર્યા.

ગોળીબારીની અવાજ સાંભળતા આસપાસના વેપારીઓ અને રહેવાસીઓનું સમૂહ એકત્રિત થયું અને થોડા સમય માટે અફડાતફડીનો માહોલ સર્જાયો. દુકાનદાર બિપિનભાઈને ગોળીથી ઇજા થઈ અને તેમને અમરેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

ઘટનાની જાણ થતા જ અમરેલી સિટી પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી. પોલીસે ખાલી કારતૂસ કબજે કરી અને દુકાન તથા આસપાસના CCTV ફૂટેજ કબજે કરી આરોપીઓની ઓળખ કરી. ત્યારબાદ આરોપીઓ સ્થળ છોડીને પલાયન કર્યા, અને પોલીસ ચક્રો ગતિમાન કરી ધરપકડ માટે કાર્યવાહી કરી રહી છે.

પોલીસે દુકાનદારની ફરિયાદ નોંધવાની પ્રક્રિયા શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં આ હુમલો જૂની અદાવતમાં થયેલી ઝઘડાની કારણે થયો હોઈ શકે તેવી શક્યતા છે.
📲Get App