🔥 TRENDING "મન કી બાત પ્રાકૃતિક કૃષિ કે સાથ" India Records Fewer Road Crashes but R... Opposition protests detention of CJP a... Mid-Day Affirms India Remains a Solid... Ex-Army man and wife found dead with t... India Prepares to Resume Methanol Expo...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રોટરી ક્લબ, અમૃતમ હોસ્પિટલ અને રોટરી ટ્રસ્ટ દ્વારા સોનવાડીમાં મુક્ત ચેક‑અપ કેમ્પ
Health

રોટરી ક્લબ, અમૃતમ હોસ્પિટલ અને રોટરી ટ્રસ્ટ દ્વારા સોનવાડીમાં મુક્ત ચેક‑અપ કેમ્પ

✍️ Reporter: Bhupatbhai Barot 🗓 20 Sep 2026, 10:10 PM 👁 47
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

20 સપ્ટેમ્બર 2026 ના રોજ સોનવાડી ગામની પ્રાથમિક શાળામાં અમૃતમ હોસ્પિટલ, રોટરી ક્લબ, રોટરી ટ્રસ્ટ અને રોટરી આઈ હોસ્પિટલ નવસારીની સહયોગથી મુક્ત ચેક‑અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

20 સપ્ટેમ્બર 2026, રવિવારના રોજ,ગાણદેવી સર્વે ગણેશ મંડળ સોનવાડી દ્વારા પ્રાથમિક શાળા, સોનવાડી ગામમાં અમૃતમ હોસ્પિટલ, રોટરી ક્લબ, રોટરી ટ્રસ્ટ અને રોટરી આઈ હોસ્પિટલ નવસારીની સહયોગથી ફ્રી ચેક‑અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

આ કેમ્પમાં ઓર્થોપેડિક વિભાગમાં ડૉક્ટર વિજય પટેલ અને જનરલ વિભાગમાં ડૉક્ટર પ્રજ્ઞેશ પટેલ દ્વારા નિદાન સેવા આપવામાં આવી. રોટરી આઈ હોસ્પિટલ નવસારીના ડૉક્ટરો દ્વારા આંખની ફ્રી તપાસ, જરૂરિયાતમંદોને ચશ્માનું વિતરણ અને મોતિયાના ઓપરેશનની જરૂર જણાયેલી વ્યક્તિઓને વિનામૂલ્યે લેન્સ સાથે સર્જરીની વ્યવસ્થા કરવામાં આવશે.

કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ, મંત્રી શૈલેષભાઈ હળપતિ, ગામના સરપંચ કલ્પનાબેન હળપતિ, માજી સરપંચ સંદીપભાઈ અને માજી સરપંચ રમેશભાઈ તેમજ રોટરી ક્લબના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.
📲Get App