🔥 TRENDING "મન કી બાત પ્રાકૃતિક કૃષિ કે સાથ" India Records Fewer Road Crashes but R... Opposition protests detention of CJP a... Mid-Day Affirms India Remains a Solid... Ex-Army man and wife found dead with t... India Prepares to Resume Methanol Expo...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ડભોઈ મા પ્રથમેશ એન્ટરપ્રાઈઝ ના કરાર મા સ્ટેમ્પ ડયુટી ની ચોરી માટે કોણ જવાબદાર ?

ડભોઈ મા પ્રથમેશ એન્ટરપ્રાઈઝ ના કરાર મા સ્ટેમ્પ ડયુટી ની ચોરી માટે કોણ જવાબદાર ?

✍️ Reporter: Dharmendrakumar Dhobi 🗓 20 Sep 2026, 05:10 PM 👁 40
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ડભોઈ મા પ્રથમેશ એન્ટરપ્રાઈઝ ના કરાર મા સ્ટેમ્પ ડયુટી ની ચોરી માટે કોણ જવાબદાર ?

ડભોઈ મા પ્રથમેશ એન્ટરપ્રાઈઝ ના કરાર મા સ્ટેમ્પ ડયુટી ની ચોરી માટે કોણ જવાબદાર ?



ડભોઈ નગરપાલિકા દ્વારા શહેરી જનો ને આલ્કલાઈન પાણી મળી રહે એ માટે પ્રથમેશ એન્ટરપ્રાઈઝ ને જવાબદારી સોંપવામાં આવી જેમાં કરાર માત્ર સાદા કાગળ પર કરવામાં આવેલ છે જે કરાર મા સ્ટેમ્પ ડયુટી ની ચોરી જોવા મળે છે એ સાથે નગરપાલિકા એ દશ વર્ષ નો કરાર કરેલ છે જેનો અધિકાર જિલ્લા કલેકટર ને હોવાનું મનાય છે સાથે પ્રથમેશ એન્ટરપ્રાઈઝ ને માસિક આવક ના પાંચ ટકા રકમ નગરપાલિકા ને આપવાની રહે છે ડભોઈ નગરપાલિકા એ પ્રથમેશ એન્ટરપ્રાઈઝ ને પાણી નુ કનેક્શન આપેલ છે જેમાં વિજળી ના હોય તો પણ ટાંકી ખાલી થતાં સુધી પાણી મળી રહે એ સાથે સાથે ડભોઈ નગરપાલિકા મા કેબીન નુ ભાડું સ્થાનિક વેપારીઓ પાસે અંદાજે પાંચ હજાર જેટલું વસુલવામાં આવે છે જયારે પ્રથેમશ એન્ટરપ્રાઈઝ ને છ થી સાત જગ્યા અને એ પણ મોકાની જગ્યા વિના મુલ્યે આપવામાં આવી છે જેને લઈ નગર મા ચૌરે ને ચૌટે ચર્ચા ચાલી રહી છે
આધાર ભૂત સુત્રો માંથી જાણવા મળ્યાં મુજબ પાણી નુ કલોરીનેશન માં પ્રથમેશ એન્ટરપ્રાઈઝ ની દખલગીરી ને લઈ વોટરવર્કસ સાથે તનાતની ના બનાવો બનતા રહે છે ડભોઈ નગરપાલિકા એના કેબીનો નુ ભાડું ગણે તો પણ માસિક ત્રીસેક હજાર ભાડા નો ફાયદો થાય એમ છે નગરપાલિકા ની મિલકત મફત આપવાનો અધિકાર કોણે હોવાની ચર્ચા ઓ ઉઠી છે ડભોઈ માં આલ્કલાઈન પાણી નો પ્રથમેશ એન્ટરપ્રાઈઝ ના કેસ ની તપાસ પ્રાદેશિક કમિશ્નર લેવલે તપાસ થાય તો નગરપાલિકા ના નુકશાન ની ભરપાઈ કોણી પાસે થી વસુલ થાય એ ચર્ચા નો મુદ્દો બન્યો છે ડભોઈ નગરને ફાયદો થાય અને નગરપાલિકા ને નુકશાન થાય એ કેટલુ વ્યાજબી ? હવે જોવુ રહ્યું કે જિલ્લા કલેકટર અને પ્રાદેશિક કમિશનર તપાસ કરી પગલાં ભરશે એ માટે સમય ની રાહ જોવી રહી !!
📲Get App