🔥 TRENDING Congress Workers Protest Election Comm... Alleged assault in LPU hostel room 503... Protesters Break Police Barricade at J... Snake sighting in Sampark Kranti Expre... किशनगढ़ में पुलिस की बड़ी कार्रवाई: मो... મહુવા પ્રદેશ સહકારી ખાંડ મંડળીની ચૂંટણ...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાબરકાંઠા: પવનમાં લીમડાનું ઝાડ રિક્ષા પર પડ્યું, એકનું મૃત્યુ,એક ઘાયલ..
Local

સાબરકાંઠા: પવનમાં લીમડાનું ઝાડ રિક્ષા પર પડ્યું, એકનું મૃત્યુ,એક ઘાયલ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 20 Sep 2026, 09:32 AM 👁 41
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના સાચોદર નજીક પીપોદર ગામમાં પવન ફૂંકાતા લીમડાનું ઝાડ રિક્ષા પર પડ્યું, જેના કારણે એક વ્યક્તિનું મોત અને બીજી વ્યક્તિ ઘાયલ થઈ..

સાબરકાંઠાના-:
હિંમતનગર તાલુકાના સાચોદર નજીક પીપોદર ગામમાં પવન ફૂંકાતા લીમડાનું ઝાડ રિક્ષા પર પડ્યું,જેના કારણે રિક્ષામાં સવાર બે વ્યક્તિઓ દટાયા..

ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું અને બીજી વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. સ્થાનિકોએ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા અને બચાવ કામગીરીમાં સહાય કરી.મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. અકાળે થયેલા મોતને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. ઘટનાને પગલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે..

પવન વચ્ચે વૃક્ષ પડવાની ઘટનાથી વિસ્તારમાં પણ ચકચાર મચી છે અને સ્થાનિકો ભવિષ્યમાં આવી ઘટનાઓથી બચવા માટે સાવચેતી રાખવાની અપીલ કરી રહ્યા છે.
📲Get App