🔥 TRENDING किशनगढ़ में पुलिस की बड़ी कार्रवाई: मो... મહુવા પ્રદેશ સહકારી ખાંડ મંડળીની ચૂંટણ... दिल्ली पुलिस ने जालसाजों के गिरोह का प... પંથોડા ગામની આંગણવાડીમાં બાળકોને પ્રોત... માંડવીના બલેઠી ગામે પર્યાવરણ સંરક્ષણ અ... युवती ने ATM से लूटे 42 लाख रुपये, पुल...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વડનગર કોર્ટના સજા વોરંટના નાસતા ફરતા આરોપીને વડનગર પોલીસે ઝડપી..
Crime

વડનગર કોર્ટના સજા વોરંટના નાસતા ફરતા આરોપીને વડનગર પોલીસે ઝડપી..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 20 Sep 2026, 12:08 AM 👁 49
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહેસાણા જિલ્લાના વડનગરમાં સજા વોરંટના નાસતા ફરતા આરોપીને વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનની ટીમે સફળતાપૂર્વક ઝડપી પાડ્યો છે..

મહેસાણા જિલ્લાના વડનગરમાં વડનગર પ્રિન્સીપાલ સીવીલ કોર્ટના સજા વોરંટના એક આરોપીને પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. આ આરોપી છેલ્લા કેટલાક સમયથી પોલીસને ચકમો આપી નાસતો ફરતો હતો.

ગાંધીનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, મહેસાણા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી તથા ખેરાલુ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જે.ડી.કંસારાના માર્ગદર્શન હેઠળ વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ઓ.પી.સીસોદીયાની સૂચનાથી આ કામગીરી હાથ ધરવામાં આવી હતી..

મળતી માહિતી મુજબ, વડનગર પ્રિન્સીપાલ સીવીલ કોર્ટના સી.સી. નંબર-૨૦૨/૨૦૨૧ ના સજા વોરંટનો આરોપી ઇસમ ઠાકોર કિશનજી રતનજી (રહે. સબલપુર, તા. વડનગર, જી. મહેસાણા) છે. વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર મૂળજીભાઈ જેઠાભાઈ દ્વારા સરાહનીય કામગીરી કરીને આ નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.વડનગર પોલીસની આ પ્રશંસનીય કામગીરીથી ગુનેગારોમાં ફાળ પડી છે.
📲Get App