🔥 ट्रेंडिंग राजस्थान पुलिस ने 15,000 मोबाइल नंबरों... राजस्थान ने 9–12 कक्षा के लिए ई-Pathsh... IMD ने पूर्वोत्तर, कर्नाटक, तमिलनाडु म... काट्रिना काई ने खुलासा किया: माँ का लं... राजनीतिक संघर्ष के बीच तमिलनाडु पोकसो... उज्जैन में पुलिस और विरोधियों के बीच ट...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરત મહાનગરમાં ગંદા પાણીના યોગ્ય નિકાલ અને પર્યાવરણના સંરક્ષણ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ અને પરિણામલક્ષી કાર્યવાહી હાથ ધરવા
स्थानीय

સુરત મહાનગરમાં ગંદા પાણીના યોગ્ય નિકાલ અને પર્યાવરણના સંરક્ષણ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ અને પરિણામલક્ષી કાર્યવાહી હાથ ધરવા

✍️ रिपोर्टर: Dhaval Maheta 🗓 19 सित. 2026, 01:38 AM 👁 37
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હાઈકોર્ટમાં પાલિકાની તરફેણમાં ચુકાદો છતાં ભોગવટો ચાલુ રાખ્યો આ જમીન સંપાદન સામે મૂળ ખાતેદારો અને પિટિશનરો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં કાનૂની પડકાર ફેંકી દાવા દાખલ કરવામાં આવ્યા હતા.

સુરત મહાનગરમાં ગંદા પાણીના યોગ્ય નિકાલ અને પર્યાવરણના સંરક્ષણ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ અને પરિણામલક્ષી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુડાના મંજૂર પુનરાવર્તિત વિકાસ નકશા-2004 મુજબ મોજે અસારમા ખાતે આવેલા બ્લોક નં. 13, 17, 18 તથા 19 વાળી જમીન સીવેજ ડિસ્પોઝલ વર્ક્સના જાહેરહેતુ (પી–126) માટે અનામત રાખવામાં આવી હતી. આશરે 52,610 ચોરસ મીટર જેટલી વિશાળ સરકારી જમીનનું ‘જમીન સંપાદન ધારા–1894’ હેઠળ અર્જન્સી ક્લોઝ અન્વયે સંપાદન કરવામાં આવ્યું હતું. ખાસ જમીન સંપાદન અધિકારી દ્વારા 21 એપ્રિલ 2008ના રોજ વળતરનો એવોર્ડ જાહેર કર્યા બાદ તમામ કાનૂની વિધિ પૂર્ણ કરી 22 ઓગસ્ટ 2016ના રોજ આ જમીનનો કાગળ પરનો કબજો પાલિકાને સોંપવામાં આવ્યો હતો.

હાઈકોર્ટમાં પાલિકાની તરફેણમાં ચુકાદો છતાં ભોગવટો ચાલુ રાખ્યો આ જમીન સંપાદન સામે મૂળ ખાતેદારો અને પિટિશનરો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં કાનૂની પડકાર ફેંકી દાવા દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, હાઈકોર્ટે તમામ પાસાઓની વિસ્તૃત સુનાવણી બાદ પાલિકાની કાર્યવાહીને યોગ્ય ઠેરવી સુરત મનપાની તરફેણમાં આખરી ચુકાદો આપ્યો હતો. અદાલતના સ્પષ્ટ આદેશ છતાં સંબંધિત પક્ષકારો દ્વારા સ્થળ પરથી બિનઅધિકૃત ભોગવટો ખાલી કરવામાં આવતો ન હતો. જેથી પાલિકા તંત્રએ કાયદાકીય સલાહકારો પાસેથી લીગલ ઓપિનિયન મેળવી જમીનનો પ્રત્યક્ષ ભૌતિક કબજો લેવાની નક્કર કવાયત આદરી હતી.
📲Get App