🔥 ट्रेंडिंग ભરૂચ: જંબુસરના દહેગામ ગામે તંત્ર દ્વાર... जस्टवॉच ने उजागर किया पाँच आश्चर्यजनक... सर्पत्ता परम्परा 2 की शूटिंग शुरू, आर्... आईटी ने राकुल प्रीत सिंह, वशु भांगनानी... निटि आयोग ने उत्तर-पूर्व की स्वदेशी ज्... मणिपुर के सामान्य रसोई जड़ी‑बूटी से मि...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરત શહેરમાં ઓનલાઇન ક્વિક ડિલિવરી એપ્સ મારફતે મિનિટોમાં ખાણીપીણીની વસ્તુઓ મંગાવતા ગ્રાહકો માટે વધુ એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. સુરત મ
अपराध

સુરત શહેરમાં ઓનલાઇન ક્વિક ડિલિવરી એપ્સ મારફતે મિનિટોમાં ખાણીપીણીની વસ્તુઓ મંગાવતા ગ્રાહકો માટે વધુ એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. સુરત મ

✍️ रिपोर्टर: Dhaval Maheta 🗓 19 सित. 2026, 01:31 AM 👁 36
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બ્લિકિટ વિવાદ બાદ ઝેપ્ટોની ઘોર બેદરકારી ખુલ્લી પડી થોડા સમય અગાઉ પાંડેસરા વિસ્તારમાં બ્લિકિટ દ્વારા પહોંચાડાયેલા લાડુની ગુણવત્તા મુદ્દે મોટો હોબાળો મચ્યો હતો, ત્યાં હવે ગોરાટના ઝેપ

સુરત શહેરમાં ઓનલાઇન ક્વિક ડિલિવરી એપ્સ મારફતે મિનિટોમાં ખાણીપીણીની વસ્તુઓ મંગાવતા ગ્રાહકો માટે વધુ એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા ગોરાટ સ્થિત જલારામ સોસાયટી વિસ્તારમાં કાર્યરત 'ઝેપ્ટો લિમિટેડ'ના સપ્લાય ગોડાઉન (ડાર્ક સ્ટોર) પર આકસ્મિક દરોડો પાડવામાં આવ્યો હતો. આ તપાસ દરમિયાન ગોડાઉનમાંથી મોટા પ્રમાણમાં મુદતવીતી (એક્સપાયર્ડ) તેમજ ગુણવત્તા ગુમાવી ચૂકેલી વાસી ખાદ્યસામગ્રીનો જથ્થો મળી આવતાં તંત્ર દ્વારા કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

બ્લિકિટ વિવાદ બાદ ઝેપ્ટોની ઘોર બેદરકારી ખુલ્લી પડી થોડા સમય અગાઉ પાંડેસરા વિસ્તારમાં બ્લિકિટ દ્વારા પહોંચાડાયેલા લાડુની ગુણવત્તા મુદ્દે મોટો હોબાળો મચ્યો હતો, ત્યાં હવે ગોરાટના ઝેપ્ટો ગોડાઉનમાં ખાદ્યપદાર્થોની જાળવણીમાં ગંભીર લાપરવાહી છતી થઈ છે. સ્થાનિક રહીશો તરફથી મળેલી ફરિયાદોના પગલે ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમે ગોડાઉનમાં તપાસ કરતાં સ્થિતિ ચિંતાજનક જણાઈ હતી. ઓનલાઇન ઓર્ડર મળતાં જ ગ્રાહકોના ઘરે મોકલવા માટે પેક કરાયેલા માલસામાનમાં એક્સપાયરી ડેટ વટાવી ચૂકેલી છાશ તથા ગુણવત્તા વગરની વાસી બ્રેડના પેકેટો મળી આવ્યા હતા.
📲Get App