🔥 TRENDING प्रजापत समाज ने गणेश चतुर्थी का पर्व ध... आजादी के बाद से अधूरी सड़क: छपरा से रा... બ્રેકિંગ બેંકોની દેશવ્યાપી હડતાળ ટળી આ... Two Arrested for Displaying Criminal’s... Analyst Criticizes Taylor Swift’s ‘Cle... Taylor Swift Shines in Black‑Silver Go...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ઝાલોદ કૉલેજ ખાતે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી આંતર-કોલેજ ચેસ ટુર્નામેન્ટ-૨૦૨૬ યોજાઈ*

ઝાલોદ કૉલેજ ખાતે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી આંતર-કોલેજ ચેસ ટુર્નામેન્ટ-૨૦૨૬ યોજાઈ*

✍️ Reporter: Pankaj Pandit 🗓 19 Sep 2026, 02:42 PM 👁 435
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*ઝાલોદ કૉલેજ ખાતે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી આંતર-કોલેજ ચેસ ટુર્નામેન્ટ-૨૦૨૬ યોજાઈ*


શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરાના ઉપક્રમે શ્રી કે.આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજના યજમાન પદે તા. ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ આંતર કૉલેજ ચેસ ટુર્નામેન્ટ-૨૦૨૬નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
કૉલેજના યશસ્વી આચાર્યશ્રી ડૉ. એ.આર. મોદી સાહેબની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ તથા કૉલેજના ફિઝિકલ ડાયરેક્ટર ડૉ. બહાદુરસિંહ ગોહિલ સાહેબના ઉત્સાહભર્યા આયોજન હેઠળ આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
આ ટુર્નામેન્ટના મુખ્ય ઉદ્ઘાટક તરીકે ઝાલોદ વિદ્યા સમાજ ટ્રસ્ટના ઉપપ્રમુખ, ભૂતપૂર્વ આચાર્ય તથા વર્તમાન કેમ્પસ ડાયરેક્ટર શ્રી એસ.આર. રાવ સાહેબની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમનું વિધિવત ઉદ્ઘાટન કરતાં તેમણે વિદ્યાર્થીઓને ચેસ રમત દ્વારા જીવનના ઉતાર-ચઢાવ અને સંઘર્ષ સાથે જીવવાની સાચી કળા વિશે માર્ગદર્શન આપ્યું હતું તેમજ શારીરિક-માનસિક વિકાસ માટે રમતોનું મહત્વ સમજાવી ખેલદિલીની ભાવના સાથે આ બુદ્ધિના મહાસંગ્રામ સમા ટૂર્નામેન્ટ ખુલ્લી મૂકી હતી. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના ફિઝિકલ ડાયરેક્ટર ડૉ. વિકાસ પ્રજાપતિ, ઝાલોદ વિદ્યા સમાજ ટ્રસ્ટના મંત્રી ડૉ. પી.એમ. પટેલ અને ખજાનચી ડૉ. ડી.સી. યાદવ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે કપડવંજ સાયન્સ કૉલેજના ડૉ. જગજીતસિંહ ચૌહાણે ચીફ આરબિટર તરીકેની સેવાઓ આપી હતી. યુનિવર્સિટી અંતર્ગત આવતી ૨૩ થી વધુ કૉલેજોના ૫૬ જેટલા ખેલાડીઓએ આ રોમાંચક સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
📲Get App