🔥 TRENDING અંબાજી મંદિરમાં આજે પ્રક્ષાલન વિધિ: બપ... ರಸ್ತೆ ಕಾಮಗಾರಿಗೆ ಅನುದಾನ ನೀಡಲು ಮನವಿ মহিলাদল থেকে গেওখালি যাওয়ার রাস্তা সা... રાજુલા આંગણવાડી કેન્દ્ર નંબર ૨૨ ખાતે ‘... Mahanadi Flood Alert: Mundali Barrage... Odisha Assembly Adjourned Twice as BJD...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હાલ દેશભરમાં ગણેશોત્સવની ભારે ધૂમધામ અને ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ રહી છે. સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં ભવ્ય પંડાલો, અવનવી થીમ અને વિશાળ પ્રતિમ
Religion

હાલ દેશભરમાં ગણેશોત્સવની ભારે ધૂમધામ અને ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ રહી છે. સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં ભવ્ય પંડાલો, અવનવી થીમ અને વિશાળ પ્રતિમ

✍️ Reporter: Dhaval Maheta 🗓 19 Sep 2026, 06:22 PM 👁 42
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડના વૃક્ષની ડાળીમાં કુદરતી ગણેશ દર્શન સુરતના કતારગામ નજીક વસ્તાદેવડી વિસ્તારમાં આવેલી જેનેટિક્સ મિલના પરિસરમાં આ વિશિષ્ટ ગણપતિ મંડપ તૈયાર કરવામાં આવ્યો છે. આ મંડપની અદ્ભુત ખાસિયત

હાલ દેશભરમાં ગણેશોત્સવની ભારે ધૂમધામ અને ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ રહી છે. સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં ભવ્ય પંડાલો, અવનવી થીમ અને વિશાળ પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે. આ બધાની વચ્ચે સુરતમાં એક એવું અનોખું અને પ્રેરણાદાયી ગણપતિ આયોજન ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, જ્યાં ભક્તોને ગણેશજીના દર્શનની સાથે સાથે નવી પેઢીના બાળકો અને યુવાનોને પર્યાવરણનું મહત્વ પણ સમજાવવામાં આવી રહ્યું છે.

વડના વૃક્ષની ડાળીમાં કુદરતી ગણેશ દર્શન

સુરતના કતારગામ નજીક વસ્તાદેવડી વિસ્તારમાં આવેલી જેનેટિક્સ મિલના પરિસરમાં આ વિશિષ્ટ ગણપતિ મંડપ તૈયાર કરવામાં આવ્યો છે. આ મંડપની અદ્ભુત ખાસિયત એ છે કે પરિસરમાં આવેલા એક વિશાળ અને ઘટાદાર વડના વૃક્ષની એક ડાળીનો કુદરતી આકાર ગણપતિજી જેવો ઉપસી આવ્યો છે. જાણે કોઈ પારંગત શિલ્પકારે આકાર આપ્યો હોય તેમ લાગતી આ ડાળીને જોતાં જ કુદરતે પોતે ગણપતિજીનું સ્વરૂપ ધારણ કર્યું હોય તેવી અનુભૂતિ થાય છે. આ કુદરતી સ્વરૂપને નિહાળવા માટે શ્રદ્ધાળુઓ અને ખાસ કરીને બાળકોમાં ભારે કુતૂહલ જોવા મળી રહ્યું છે.
📲Get App