🔥 TRENDING Chumbak Part 2 OTT Release Date Announ... Resident Evil Sees 61.64% Drop on Day... Mirzapur – The Movie Surges 91.18% on... ਐਮ-ਸੇਵਾ ਪੋਰਟਲ ਦੀ ਸਮੱਸਿਆ ਕਾਰਨ ਐਨਓਸੀ ਤੇ... Haryana Slaps Crores in Pollution Fine... Haryana Power Engineers Voice Concern...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મોગરાવાડીની અક્ષરધામ સોસાયટીના રહીશોએ પાલિકા કર્મચારીની ભૂમિકા ભજવી, ખરાબ રસ્તા પર જાતે કર્યું પુરાણ
Local

મોગરાવાડીની અક્ષરધામ સોસાયટીના રહીશોએ પાલિકા કર્મચારીની ભૂમિકા ભજવી, ખરાબ રસ્તા પર જાતે કર્યું પુરાણ

✍️ Reporter: patel harsh mahendrbhai 🗓 19 Sep 2026, 01:16 PM 👁 49
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મોગરાવાડી વિસ્તારમાં આવેલી અક્ષરધામ સોસાયટીના રહીશોએ પાલિકા તંત્રની રાહ જોયા વિના જાતે જ ખરાબ રસ્તા પર પુરાણ કામગીરી હાથ ધરી હતી.

મોગરાવાડી વિસ્તારમાં આવેલી અક્ષરધામ સોસાયટીના રહીશોએ એક અનોખો નિર્ણય લઈને સ્થાનિક વહીવટી તંત્રની કામગીરી જાતે જ પૂર્ણ કરી છે. સોસાયટીના ખરાબ રસ્તાઓથી પરેશાન રહીશોએ પાલિકા કર્મચારીઓની ભૂમિકા ભજવીને રસ્તાનું સમારકામ હાથ ધર્યું હતું.

સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, સોસાયટીનો રસ્તો લાંબા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં હતો. જેના કારણે અહીંથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. પાલિકા દ્વારા આ અંગે કોઈ યોગ્ય કામગીરી ન કરાતા આખરે રહીશોએ પોતે જ આ સમસ્યાનો ઉકેલ લાવવાનું નક્કી કર્યું હતું.

સોસાયટીના રહીશોએ એકઠા થઈને ખરાબ રસ્તા પર જાતે જ પુરાણ કામ શરૂ કર્યું હતું. રહીશોએ એકજુથ થઈને શ્રમદાન આપ્યું હતું અને રસ્તા પર પડેલા ખાડાઓ પૂરીને તેને ચાલવા યોગ્ય બનાવ્યો હતો. સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવેલી આ કામગીરી હાલ સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની છે.
📲Get App