🔥 ट्रेंडिंग અમદાવાદ: થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે... અમદાવાદ: થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે... କାମାକ୍ଷାନଗର ଓଭରବ୍ରିଜ ଉପରେ ଟ୍ରକ ଦୁର୍ଘଟଣ... 🚨 सड़क नहीं होने से मरीज को झोली में... सीबीआई ने महादेव बेटिंग ऐप केस में नया... स्लैपगेट मामले में दिल्ली मंत्री के खि...
29 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમરેલી ખાતે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનનો પ્રારંભ: ‘આશીર્વાદના દીવા’ કાર્યક્રમમાં નાગરિકોએ સ્વચ્છતાના શપથ લીધા

અમરેલી ખાતે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનનો પ્રારંભ: ‘આશીર્વાદના દીવા’ કાર્યક્રમમાં નાગરિકોએ સ્વચ્છતાના શપથ લીધા

✍️ रिपोर्टर: Sodha Gourangbhai 🗓 19 सित. 2026, 09:15 AM 👁 39
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી ખાતે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનનો પ્રારંભ: ‘આશીર્વાદના દીવા’ કાર્યક્રમમાં નાગરિકોએ સ્વચ્છતાના શપથ લીધા

અમરેલી ૧૮ સપ્ટેમ્બર
અમરેલી જિલ્લા મથકે સમગ્ર શહેર અને જિલ્લાને સ્વચ્છ અને સુંદર બનાવવાના ઉમદા હેતુથી એક વિશેષ સ્વચ્છતા અભિયાનનો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો છે. ગતરોજ ‘આશીર્વાદના દીવા’ જિલ્લાકક્ષા કાર્યક્રમમાં શહેરના પ્રબુદ્ધ નાગરિકો, સામાજિક અગ્રણીઓ અને વહીવટી તંત્રના અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સમગ્ર વાતાવરણ દેશભક્તિ અને સેવાના રંગે રંગાયું હતું, અને ઉપસ્થિત સૌ કોઈએ સ્વચ્છતા પ્રત્યે પોતાની નૈતિક ફરજ નિભાવવાનો દ્રઢ સંકલ્પ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, દેશના વડાપ્રધાનશ્રીના સેવા કાર્યોથી પ્રેરિત થઈને ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંકર્ગત તમામ નાગરિકો, ભાઈઓ-બહેનો અને યુવાનોએ એકસાથે શપથ લઈને પોતાના ઘર, શેરી, મહોલ્લા અને જાહેર સ્થળોને કચરામુક્ત રાખવા માટેના દ્રઢ સંકલ્પ કર્યો હતો.

આ વ્યાપક ઝુંબેશના પ્રારંભે વહીવટી તંત્ર અને સ્થાનિક પદાધિકારીઓ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે સ્વચ્છતા એ કેવળ સરકારી કાર્યક્રમ નથી પરંતુ જન-આંદોલન છે. આ અભિયાન આગામી દિવસોમાં અમરેલીના ખૂણે-ખૂણા સુધી પહોંચશે, જેમાં શ્રમદાન અને લોકભાગીદારી દ્વારા સફાઈ પ્રવૃત્તિઓ વેગવંતી બનાવવામાં આવશે.
📲Get App