🔥 TRENDING વિરમગામ હાઈવે પર કાર પલટી, સદનસીબે જાન... సారవంతమైన భూములను కాపాడాలి: రైతులు શહીદ ભગતસિંહજીની જન્મજયંતિ નિમિત્તે શ્... ਗੁਰਦਾਸਪੁਰ ਦੇ ਇੰਜੀਨੀਅਰ ਤਰਲੋਕ ਸਿੰਘ ਕਲਸੀ... ఆదిలాబాద్: సోయా గింజలు మొలకెత్తి.. రైత... @Breaking news - ग्वालियर: आबकारी विभा...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરત શહેરમાં પોલીસ દ્વારા પ્રોહિબિશન વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપ પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં સેફ નજીક આવેલા રોડ પ
Crime

સુરત શહેરમાં પોલીસ દ્વારા પ્રોહિબિશન વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપ પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં સેફ નજીક આવેલા રોડ પ

✍️ Reporter: Dhaval Maheta 🗓 19 Sep 2026, 01:30 AM 👁 40
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઝોન-4 હેઠળ 88 કેસનો 30 લાખથી વધુનો દારૂ જપ્ત અને નાશ આ કાર્યવાહી વિશે વિગત આપતા અધિકારીએ જણાવ્યું હતું કે, આજરોજ પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં ઝોન-4 હેઠળ આવતા અઠવા, ઉમરા, વેસુ, પાંડ

સુરત શહેરમાં પોલીસ દ્વારા પ્રોહિબિશન વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપ પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં સેફ નજીક આવેલા રોડ પર લાખો રૂપિયાની કિંમતના વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવીને તેનો નાશ કરવામાં આવ્યો છે. છેલ્લા 6 માસ દરમિયાન પકડાયેલા આ જથ્થાના નિકાલ માટે નામદાર કોર્ટના હુકમ અને SDM તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં આ સમગ્ર પ્રક્રિયા પાર પાડવામાં આવી હતી.

ઝોન-4 હેઠળ 88 કેસનો 30 લાખથી વધુનો દારૂ જપ્ત અને નાશ આ કાર્યવાહી વિશે વિગત આપતા અધિકારીએ જણાવ્યું હતું કે, આજરોજ પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં ઝોન-4 હેઠળ આવતા અઠવા, ઉમરા, વેસુ, પાંડેસરા, ખટોદરા અને અલથાણ પોલીસ સ્ટેશનના છેલ્લા 6 માસ દરમિયાન એકત્રિત થયેલા વિદેશી દારૂના જથ્થાનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. ઝોન-4 ની અધ્યક્ષતા તેમજ સુરત સિટી ઉત્તરના એસડીએમની ઉપસ્થિતિમાં હાથ ધરાયેલી આ કામગીરીમાં કુલ 6 પોલીસ સ્ટેશનના 88 ગુનાના કેસ હેઠળ પકડાયેલી 13,240 બોટલોનો નાશ કરાયો હતો, જેની ભારતીય બજાર મુજબ અંદાજીત કિંમત 30,78,000 થાય છે.

ઝોન-5 હેઠળ 109 ગુનાના કેસનો 76 લાખના મુદ્દામાલનો નાશ કરાયો
📲Get App