🔥 TRENDING उन्नाव में मूसलाधार बारिश से जनजीवन अस... LPU Students Protest Against Administr... User Searches for 'deescalatetensions'... TribuneIndia.com Users Search for "Jij... Dr Shiny Devassy featured in Tribune I... Truck rams police SUV in Rewari, drive...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગણપતિ ઉત્સવને લઈ ઝાલોદમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

ગણપતિ ઉત્સવને લઈ ઝાલોદમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

✍️ Reporter: Pankaj Pandit 🗓 19 Sep 2026, 11:26 PM 👁 397
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગણપતિ ઉત્સવને લઈ ઝાલોદમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

ગણપતિજીની સ્થાપના-વિસર્જન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કર્યું



ઝાલોદ શહેરમાં ગણપતિજીની સ્થાપના તથા આગામી વિસર્જન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે હેતુથી તા. 19 સપ્ટેમ્બર 2026ના રોજ સાંજે 6:00થી 7:05 કલાક દરમિયાન ઝાલોદ પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું.
નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.આર. પટેલ તથા ઝાલોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.જે. ગામીતના અધ્યક્ષસ્થાને પોલીસ સ્ટાફ દ્વારા ઝાલોદ પોલીસ સ્ટેશનથી પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું હતું.
પોલીસ ટીમે સવર્ણમ સર્કલ, કોળીવાડા, રહેમાની મસ્જિદ, મીઠાચોક, મસ્જિદ બજાર, વડબજાર, ભરત ટાવર, એસ.ટી. સર્કલ, ગામડી ચોકડી, ખાંટવાડા, મોચીદરવાજા, ગીતામંદિર સહિતના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ ટીમ સવર્ણમ સર્કલ થઈ ઝાલોદ પોલીસ સ્ટેશન પર પરત ફરી હતી.
આ ફૂટ પેટ્રોલિંગમાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટર શ્રી આર.પી. ડામોર સહિત પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ જોડાયા હતા. ગણપતિ ઉત્સવ દરમિયાન શહેરમાં શાંતિ, સલામતી અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સતત તકેદારી રાખવામાં આવી રહી છે.
📲Get App