🔥 TRENDING సారవంతమైన భూములను కాపాడాలి: రైతులు શહીદ ભગતસિંહજીની જન્મજયંતિ નિમિત્તે શ્... ਗੁਰਦਾਸਪੁਰ ਦੇ ਇੰਜੀਨੀਅਰ ਤਰਲੋਕ ਸਿੰਘ ਕਲਸੀ... ఆదిలాబాద్: సోయా గింజలు మొలకెత్తి.. రైత... @Breaking news - ग्वालियर: आबकारी विभा... બેંક કર્મચારીઓની હડતાળ હાલ પૂરતી સ્થગિ...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગાંધીનગર ખાતે યોજાયેલા ૨૭મા સેફ એન્યુઅલ માર્ગ સલામતી સેમિનારમાં સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયાને રાજ્ય કક્ષાનો “રોડ સેફટી વોરિયર્સ ગ
Local

ગાંધીનગર ખાતે યોજાયેલા ૨૭મા સેફ એન્યુઅલ માર્ગ સલામતી સેમિનારમાં સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયાને રાજ્ય કક્ષાનો “રોડ સેફટી વોરિયર્સ ગ

✍️ Reporter: Dhaval Maheta 🗓 19 Sep 2026, 01:52 AM 👁 47
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આ સેમિનારનું આયોજન 18સપ્ટેમ્બરના રોજ ગુજરાત રોડ સેફટી, ગાંધીનગર અને SIAM (Society of Indian Automobile Manufacturers)ના સહયોગથી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના વન અ

ગાંધીનગર ખાતે યોજાયેલા ૨૭મા સેફ એન્યુઅલ માર્ગ સલામતી સેમિનારમાં સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયાને રાજ્ય કક્ષાનો “રોડ સેફટી વોરિયર્સ ગુજરાત” એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા. આ સન્માન તેમને સુરત ગ્રામ્ય જિલ્લામાં માર્ગ સલામતીને લગતી ઉત્તમ કામગીરી બદલ મળ્યું છે.

આ સેમિનારનું આયોજન 18સપ્ટેમ્બરના રોજ ગુજરાત રોડ સેફટી, ગાંધીનગર અને SIAM (Society of Indian Automobile Manufacturers)ના સહયોગથી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ તથા વાહન વ્યવહાર મંત્રી પ્રવીણભાઈ માળી, રોડ સેફટી કમિશનર સતીશ પટેલ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. મંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે એસપી રાજેશ ગઢીયાને આ એવોર્ડ આપવામાં આવ્યો.

પોલીસ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે સુરત ગ્રામ્ય જિલ્લામાં માર્ગ અકસ્માતો ઘટાડવા, ટ્રાફિક નિયમોના પાલન અંગે જાગૃતિ લાવવા અને માર્ગ સલામતી સંબંધિત કામગીરીને પ્રોત્સાહન આપવા બદલ આ સન્માન મળ્યું છે.

આ એવોર્ડને સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા માર્ગ સલામતી ક્ષેત્રે કરવામાં આવતી કામગીરીની રાજ્ય કક્ષાની નોંધ તરીકે જોવામાં આવી રહ્યો છે.
📲Get App