🔥 ट्रेंडिंग મોડાસા-માલપુર હાઇવે પર કાર ખાબકતા ચાલક... मुख्यमंत्री का अंतागढ़ आगमन: विकास कार... आरा सदर अस्पताल में चौथे दिन भी ओपीडी... भोजपुर में खेत जाते समय बिजली का करंट... जम्मू डिवीजन में अलग-अलग सड़क दुर्घटना... टॉडलर सहित दो लोगों की मौत सड़क दुर्घट...
29 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમરેલી જિલ્લાની તમામ આઇ.ટી.આઇ સંસ્થાઓ ખાતે તા. ૧૭ સપ્ટેમ્બરથી પ્રવેશ પ્રક્રિયાના ચોથા રાઉન્ડનો પ્રારંભ

અમરેલી જિલ્લાની તમામ આઇ.ટી.આઇ સંસ્થાઓ ખાતે તા. ૧૭ સપ્ટેમ્બરથી પ્રવેશ પ્રક્રિયાના ચોથા રાઉન્ડનો પ્રારંભ

✍️ रिपोर्टर: Sodha Gourangbhai 🗓 19 सित. 2026, 09:12 AM 👁 37
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી જિલ્લાની તમામ આઇ.ટી.આઇ સંસ્થાઓ ખાતે તા. ૧૭ સપ્ટેમ્બરથી પ્રવેશ પ્રક્રિયાના ચોથા રાઉન્ડનો પ્રારંભ

અમરેલી ૧૮ સપ્ટેમ્બર
અમરેલી જિલ્લાની તમામ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITI) ખાતે આગામી તા. ૧૭/૦૯/૨૦૨૬ થી તા. ૨૨/૦૯/૨૦૨૬ સુધી પ્રવેશ પ્રક્રિયાના ચોથા રાઉન્ડનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકની અમરેલી જિલ્લાની તમામ સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૬ માટે ત્રીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, હવે ખાલી રહેલી બેઠકો માટે ચોથા રાઉન્ડનાં અરજી ફોર્મ ભરવા અંગેની પ્રવેશ પ્રક્રિયા તારીખ ૧૭/૦૯/૨૦૨૬ થી વહેલા તે પહેલાના ધોરણે શરૂ થઈ ચૂકી છે.
જે ઉમેદવારો ફોર્મ ભરવાનું ચૂકી ગયા હોય અથવા પ્રવેશ મળ્યો ન હોય, તે તમામ ઉમેદવારોએ નજીકની આઈ.ટી.આઈ. (ITI) નો રૂબરૂ સંપર્ક કરી વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ મેળવી શકશે. અમરેલી જિલ્લાના તમામ ઉત્સુક અને લાયક ભાઈઓ-બહેનોને રોજગારીલક્ષી ટેકનિકલ કોર્સીસમાં પ્રવેશ મેળવી પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે આ ચોથા રાઉન્ડનો મહત્તમ લાભ લેવા અમરેલી જિલ્લા આઇ.ટી.આઈની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.
📲Get App