🔥 TRENDING त्यागराज स्टेडियम में ‘वैश्य कुल सांस्... राजकीय सीनियर सेकेंडरी स्कूल के कंप्यू... BTS Makes History at 2026 MTV VMAs, Wi... Vidya Vox Raises Alarm: AI Steals from... Mumbai to Experience Light Rain and Th... Bank of Maharashtra Stock Sees RSI Tre...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હિંમતનગરમાં ભવ્ય 'જય અંબે પત્રકાર વિસામો' સેવા કેમ્પનું લોકાર્પણ..
Local

હિંમતનગરમાં ભવ્ય 'જય અંબે પત્રકાર વિસામો' સેવા કેમ્પનું લોકાર્પણ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 19 Sep 2026, 03:05 PM 👁 270
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

19 સપ્ટેમ્બર 2026ના રોજ હિંમતનગરમાં ભવ્ય સેવા કેમ્પનું લોકાર્પણ થયું, જેમાં પદયાત્રીઓને આરોગ્ય, આરામ અને ભોજનની સુવિધાઓ પૂરી પાડવામાં આવી..

સાબરકાંઠામાં-: આજે તારીખ-19/09/2026ના રોજ, શુક્રવારે, સવારે 10:30 વાગ્યે, પ્લુટો હોસ્પિટલની બાજુમાં, મોતીપુરા, હિંમતનગરમાં, ભવ્ય મા અંબાના ધામ અંબાજી માટે પદયાત્રીઓને આરોગ્ય સેવા આપવા માટે સ્થાનિક અર્બન સેન્ટર દ્વારા આયોજિત "જય અંબે પત્રકાર વિસામો" સેવા કેમ્પનું લોકાર્પણ થયું..

આ કાર્યક્રમનું આયોજન ઓમકુમાર મલેશિયા, નિકુંજ પંડ્યા, રૂપાજી પ્રજાપતિ અને ભાવેશ ભોઈ જેવા સેવાભાવી આયોજકો દ્વારા કરવામાં આવ્યું. મુખ્ય અતિથિ તરીકે સિદ્ધાર્થ પટેલ અને રાષ્ટ્રીય સેવા સમિતિ સંઘના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા. હિંમતનગર ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, નગરપાલિકાના નવા પ્રમુખ અરુણા કડિયા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, નગરપાલિકા સદસ્ય હંસા પિત્રોડા, હિતેશ પટેલ, સામાજિક કાર્યકર અને પત્રકાર મુન્નાજી ઠાકોર, જીગરભાઈ રાવલ,જગદીશ પ્રજાપતિ, કરણસિંહજી અને ગામના શ્રેષ્ઠીઓ પણ હાજર રહ્યા.સેવા કેમ્પમાં પદયાત્રીઓને ગરમ પાણી, સ્નાન સુવિધા, આરોગ્ય સેવા, આરામ માટે વિસામો, સવારે ચા-નાસ્તો, બપોરે ભોજન અને રાત્રી ભોજન જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી..

આ સેવા કાર્યનું લોકાર્પણ સિદ્ધાર્થ પટેલના વરદ હસ્તે આરતી અને ધ્વજા રોહન કરીને કરવામાં આવ્યું, અને સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન આયોજક ટીમ દ્વારા કરવામાં આવ્યું."જય અંબે મા!" ના સૂત્ર સાથે, આ કાર્યક્રમ હિંમતનગરમાં પદયાત્રીઓ માટે આરોગ્ય અને આરામની નવી સુવિધાઓ લાવવાની આશા રાખે છે.
📲Get App