🔥 TRENDING Up police constable राकेश टिकैत ने ललितपुर में किसानों की... தமிழ்நாட்டில் இன்று 5 மாவட்டங்களில் கன... गुना: चार शातिर बाइक चोर गिरफ्तार, 24... श्री राम यात्रा कंपनी गिरधरपुरा कोटा द... મેગા સ્વછતા અભિયાન
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતમાં ગણેશ ઉત્સવ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને બહારના રાજ્યો કે જિલ્લાના ગુનેગારો શહેરમાં આશરો ન લે તે માટે પોલીસ સતર્ક છે. આ દરમિય
Crime

સુરતમાં ગણેશ ઉત્સવ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને બહારના રાજ્યો કે જિલ્લાના ગુનેગારો શહેરમાં આશરો ન લે તે માટે પોલીસ સતર્ક છે. આ દરમિય

✍️ Reporter: Dhaval Maheta 🗓 19 Sep 2026, 07:32 PM 👁 35
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાક્ષીને છરી બતાવી જાતિવિષયક અપશબ્દો કહ્યા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી હિંમત ચુડાસમા એપ્રિલ-2026માં રાજકોટ જેલમાંથી જામીન પર મુક્ત થયો હતો. જેલમાંથી બહાર આવતા જ તેણે અગાઉન

સુરતમાં ગણેશ ઉત્સવ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને બહારના રાજ્યો કે જિલ્લાના ગુનેગારો શહેરમાં આશરો ન લે તે માટે પોલીસ સતર્ક છે. આ દરમિયાન સુરત ક્રાઈમ બ્રાંચે એક એવા ખતરનાક અને રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો છે, જેના પર ખૂન, લૂંટ અને હત્યાની કોશિશ જેવા 15 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આરોપી હિંમત ઉર્ફે ખત્રી ચુડાસમાને અગાઉ 2020માં થયેલી એક હત્યાના કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જોકે, હાઈકોર્ટમાંથી જામીન મેળવીને બહાર આવ્યા બાદ તેણે ફરી એકવાર કાયદાના ધજાગરા ઉડાવીને મર્ડર કેસના મુખ્ય સાક્ષીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

સાક્ષીને છરી બતાવી જાતિવિષયક અપશબ્દો કહ્યા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી હિંમત ચુડાસમા એપ્રિલ-2026માં રાજકોટ જેલમાંથી જામીન પર મુક્ત થયો હતો. જેલમાંથી બહાર આવતા જ તેણે અગાઉના ખૂન કેસમાં સાક્ષી રહેલા હકા કાળાભાઈ રાઠોડ સાથે જૂની અદાવત રાખી હતી. ગત 14 જૂન 2026ના રોજ સાક્ષી જ્યારે બેડા ગામે ગયો હતો, ત્યારે આરોપીએ તેના મિત્રો કિશોર અને યોગેશ સાથે મળીને સાક્ષીને આંતર્યો હતો. આરોપીઓએ છરી બતાવી, જાતિવિષયક ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપીને એટ્રોસિટી એક્ટ હેઠળ નવો ગુનો આચર્યો હતો. આ ઘટના બાદ તે ભાવનગરથી ફરાર થઈ ગયો હતો.

સુરતમાં આરી ભરતકામની મજૂરી કરતો હતો, ક્રાઈમ બ્રાંચે દબોચ્યો
📲Get App