🔥 ट्रेंडिंग हिमाचल प्रदेश विश्वविद्यालय के शिक्षको... उत्तराखंड में चार धाम यात्रा के दौरान... कन्नायूर और रोहतांग पर बर्फबारी, उत्तर... उत्तरी प्रदेश में 370 छात्रों के नकली... दिल्ली मंत्री ने मुआवज़ा प्राप्त अपराध... सुप्रीम कोर्ट ने दिल्ली‑एनसीआर लैंगिक...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભારતીય રેલવે દ્વારા હાલમાં દેશભરમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ ડિવિઝન હેઠળ
देश

ભારતીય રેલવે દ્વારા હાલમાં દેશભરમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ ડિવિઝન હેઠળ

✍️ रिपोर्टर: Dhaval Maheta 🗓 19 सित. 2026, 01:38 AM 👁 54
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શેરી નાટક દ્વારા મુસાફરોને જાગૃત કરાયા સ્ટેશન પરિસરમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવવાના હેતુથી સ્કાઉટ્સ અને ગાઇડ્સના સભ્યો દ્વારા એક રસપ્રદ નુક્કડ નાટક રજૂ કરવામાં આવ્યું હતું. ના

ભારતીય રેલવે દ્વારા હાલમાં દેશભરમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ ડિવિઝન હેઠળ આવતા સુરત રેલવે સ્ટેશને સ્વચ્છતાના નિયમોનું કડક પાલન કરાવવા માટે એક ખાસ જાગૃતિ અને દંડાત્મક ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં માત્ર એક જ દિવસમાં નિયમભંગ કરનારા 101 મુસાફરો સામે કાર્યવાહી કરી કુલ ₹1.01 લાખનો દંડ ફટકારી નવો રેકોર્ડ બનાવ્યો છે.

શેરી નાટક દ્વારા મુસાફરોને જાગૃત કરાયા સ્ટેશન પરિસરમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવવાના હેતુથી સ્કાઉટ્સ અને ગાઇડ્સના સભ્યો દ્વારા એક રસપ્રદ નુક્કડ નાટક રજૂ કરવામાં આવ્યું હતું. નાટકના માધ્યમથી મુસાફરોને ગમે ત્યાં કચરો ન ફેંકવા, પાન-મસાલા ખાઈને પિચકારી ન મારવા અને પરિસર સ્વચ્છ રાખવા વિનંતી કરાઈ હતી. સ્વચ્છતા એ માત્ર રેલવે તંત્રની જ નહીં પરંતુ મુસાફરોની પણ સહિયારી જવાબદારી છે તેવો મજબૂત સંદેશો આ પ્રદર્શન દ્વારા આપવામાં આવ્યો હતો.
📲Get App