🔥 TRENDING IMD Warns of Heavy Rain and Thundersto... Katrina Kaif Reveals Mother’s Journey... Tamil Nadu POCSO Closure Report Access... Police and protesters clash in Ujjain... Mandla Hostel Incident: Belt Beating o... Congress Leaders Protest at Jaipur Pol...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
શહેરમાં છેલ્લા કેટલાક દિવસોના વરસાદ બાદ વાદળો વિકેરાઈ જતાં બે દિવસ સતત ઉઘાડ નીકળ્યો હતો. જો કે, હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ એટલે કે શુ
Weather

શહેરમાં છેલ્લા કેટલાક દિવસોના વરસાદ બાદ વાદળો વિકેરાઈ જતાં બે દિવસ સતત ઉઘાડ નીકળ્યો હતો. જો કે, હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ એટલે કે શુ

✍️ Reporter: Dhaval Maheta 🗓 18 Sep 2026, 06:52 AM 👁 47
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગુરુવારે શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે મહત્તમ તાપમાન 31.9 ડિગ્રી અને લઘુતમ તાપમાન 25.6 ડિગ્રી નોંધાયું હતું. દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી કલાકના 8 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયા હતા. તાપમ

શહેરમાં છેલ્લા કેટલાક દિવસોના વરસાદ બાદ વાદળો વિકેરાઈ જતાં બે દિવસ સતત ઉઘાડ નીકળ્યો હતો. જો કે, હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ એટલે કે શુક્ર-શનિ દરમિયાન હળવા વરસાદી ઝાપટાંની આગાહી કરી છે.

ગુરુવારે શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે મહત્તમ તાપમાન 31.9 ડિગ્રી અને લઘુતમ તાપમાન 25.6 ડિગ્રી નોંધાયું હતું. દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી કલાકના 8 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયા હતા.

તાપમાનમાં સામાન્ય વધારા સાથે ભેજનું પ્રમાણ ઊંચું રહેતાં ખાસ કરીને બપોરે સુરતીઓએ ભારે બફારાનો અનુભવ કર્યો હતો. વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારના સમયે 92 ટકા જેટલું ઊંચું નોંધાયું હતું, જે સાંજના સમયે ઘટીને 74 ટકા પર પહોંચ્યું હતું. સવારે ભેજનું પ્રમાણ વધુ રહેવાના કારણે વાતાવરણમાં ભેજયુક્ત ગરમી અનુભવાઈ હતી.

શહેર માટે જીવાદોરી સમાન ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની આવકના કારણે ડેમની જળ સપાટી 337.66 ફૂટ પર પહોંચી છે. ડેમનું નિયત કરાયેલું રૂલ લેવલ 340 ફૂટ છે. હાલ ડેમમાં પર્યાપ્ત પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાથી તંત્ર દ્વારા સપાટી પર સતત નજર રાખવામાં આવી રહી છે. હાલમાં ડેમ 82 ટકા ભરાયો છે.
📲Get App