🔥 TRENDING Delhi to Introduce New Liquor Policy;... Nepal FM says two‑thirds of its trade... Former ED Deputy Director Niranjan Sin... Violence erupts at Love College Fagwar... Bihar to Form Five New Police Subdivis... మావల: అండర్ పాస్ కింద దొంగిలించిన బైక్...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સિંગણપોર, પંડોળ અને વેડ રોડની ગેરકાયદે તપેલા ડાઇંગોનું પાણી વરસાદી લાઇનમાં છોડાઇ રહ્યું છે. આ ઝેરી પાણી લીકેજ થયા પછી પીવાના પાણીની લાઇનમાં
Health

સિંગણપોર, પંડોળ અને વેડ રોડની ગેરકાયદે તપેલા ડાઇંગોનું પાણી વરસાદી લાઇનમાં છોડાઇ રહ્યું છે. આ ઝેરી પાણી લીકેજ થયા પછી પીવાના પાણીની લાઇનમાં

✍️ Reporter: Dhaval Maheta 🗓 18 Sep 2026, 06:50 AM 👁 50
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વેડ રોડ અને પંડોળ વિસ્તારમાં કેટલીક સ્ટોર્મ લાઈન તૂટતાં સિપેજ થયેલું કેમિકલવાળું ગંદું પાણી બાજુમાંથી પસાર થતી પીવાના પાણીની લીકેજ લાઇનમાં ભળી ગયું હતું. ભરીમાતા રોડની સોસાયટીઓએ સ્

સિંગણપોર, પંડોળ અને વેડ રોડની ગેરકાયદે તપેલા ડાઇંગોનું પાણી વરસાદી લાઇનમાં છોડાઇ રહ્યું છે. આ ઝેરી પાણી લીકેજ થયા પછી પીવાના પાણીની લાઇનમાં મિશ્રિત થયા બાદ લોકોનાં ઘરોમાં દુર્ગંધયુક્ત રંગીન પાણી આવતાં હોબાળો મચ્યો હતો. આ ઘટના બાદ ડેપ્યુટી કમિશનર સ્મિત લોઢાએ 214 યુનિટોને નોટિસ ફટકારી 3 દિવસમાં સીલ કરવા ચીમકી આપી છે.

વેડ રોડ અને પંડોળ વિસ્તારમાં કેટલીક સ્ટોર્મ લાઈન તૂટતાં સિપેજ થયેલું કેમિકલવાળું ગંદું પાણી બાજુમાંથી પસાર થતી પીવાના પાણીની લીકેજ લાઇનમાં ભળી ગયું હતું. ભરીમાતા રોડની સોસાયટીઓએ સ્મિત લોઢાને વીડિયો સાથે ફરિયાદ કરતાં તેમણે તાત્કાલિક સર્વેના આદેશ કર્યા હતા.

ભરીમાતા રોડ સ્થિત સાબરી નગર, પંડોળ, વેડ રોડ, રિવર વ્યૂ અને વોટર લિલી સોસાયટીની આસપાસના સર્વેમાં 214 જેટલાં તપેલા ડાઇંગ યુનિટ્સ ઝડપાયાં છે. આ તમામ યુનિટોને નોટિસ ફટકારવામાં આવી હતી. 3 દિવસમાં કાયદેસરતા સ્પષ્ટ ન કરે તો યુનિટને સીલ કરી દેવાના પણ આદેશ કરવામાં આવ્યા હતા.

MLAની ફરિયાદથી 1 હજારને નોટિસ આપી પણ કાર્યવાહી શૂન્ય અગાઉ પણ સંકલન બેઠકોમાં ધારાસભ્યોએ તપેલા ડાઇંગ બંધ કરાવવા રજૂઆતો કરી હતી. ત્યારે પણ એક હજારથી વધુ એકમોને નોટિસ તો ફટકારી હતી પણ નક્કર કાર્યવાહી ન કરાતાં માફિયાઓને મોકળું મેદાન મળ્યું હતું. હવે આ તપેલા ડાઇંગના સંચાલકોએ કોઈ પણ ડર વિના સ્ટોર્મ લાઇનમાં જોડાણ કરી દીધા હોવાનું સપાટી પર આવ્યું છે. એકસ્પર્ટના મતે, આ રીતે કલર, એસિડ અને રિ-એક્ટિવ ડાઈઝવાળું પાણી પીવામાં જાય તો ચામડીના રોગો, પેટનાં ગંભીર ઇન્ફેક્શન અને કિડની પર અસર થવાની શક્યતા રહે છે.
📲Get App