🔥 TRENDING सांभर झील में भाजपा का बोर्ड बनाने हेत... ନିଆଳିରେ ୨୭୫ ଅପମିଶ୍ରିତକାରୀଙ୍କ ନାଁରେ ଏତଲ... बांका: मंदार पर्वत छेड़छाड़ मामले में... कायमगंज: तेज बारिश से ढहा पक्का मकान,... તિલકવાડા આંગણવાડી કેન્દ્ર-4 ખાતે પોષણ... સાબરકાંઠા LCB: રાજસ્થાનની 'બીજુડા ગેંગ...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાબરકાંઠાની બહેનો માટે મેમોગ્રાફી મશીનનું ભેટ: આરોગ્યમાં નવી આશા..
Local

સાબરકાંઠાની બહેનો માટે મેમોગ્રાફી મશીનનું ભેટ: આરોગ્યમાં નવી આશા..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 18 Sep 2026, 09:22 AM 👁 72
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે ભાવના સેવા ટ્રસ્ટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં આધુનિક મેમોગ્રાફી મશીન અર્પણ કરી, જેનાથી સ્થાનિક મહિલાઓને નિઃશુલ્ક સ્તન કેન્સર તપાસની સુવિધા મળશે..

સાબરકાંઠામાં-:
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીમાં 'સેવા, સંકલ્પ અભિયાન' અંતર્ગત હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દીવ, દમણ, દાદરા અને નગરહવેલી તથા લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ભાવના સેવા ટ્રસ્ટ દ્વારા અત્યાધુનિક મેમોગ્રાફી મશીન અર્પણ કરવામાં આવ્યું.આ મશીનથી સાબરકાંઠાની જરૂરિયાતમંદ મહિલાઓને નિઃશુલ્ક મેમોગ્રાફી તપાસની સુવિધા સ્થાનિક સ્તરે ઉપલબ્ધ બનશે, જેનાથી સ્તન કેન્સરની વહેલી ઓળખ અને સમયસર તબીબી માર્ગદર્શન શક્ય બનશે..

ભાવના સેવા ટ્રસ્ટે જણાવ્યું કે, પોતાના આરોગ્ય માટે સમય કાઢી તબીબોની સલાહ મુજબ જરૂરી તપાસ સમયસર કરાવવી અને અન્ય બહેનોને પણ આ સુવિધાની જાણકારી આપવી જોઈએ.આ સેવા અને સંવેદનાની પહેલ બદલ ભાવના સેવા ટ્રસ્ટને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે.
📲Get App