🔥 TRENDING शिवपुरी जिले के पाँच सरकारी स्कूलों का... Mandaadi Earns Rs 1.29 Crore on Day 19... VHP-Bru Team Heading to Betlingchhip H... Three newly elected MLAs take oath in... ICFAI University, Tripura Participates... Another Girl Alleges Abuse by Tamil Na...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમરેલી જિલ્લામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ રક્તદાન કેમ્પ યોજાયા

અમરેલી જિલ્લામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ રક્તદાન કેમ્પ યોજાયા

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 18 Sep 2026, 09:35 AM 👁 44
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી જિલ્લામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ રક્તદાન કેમ્પ યોજાયા

જિલ્લામાં તમામ તાલુકાકક્ષાએ રક્તદાન કેમ્પનું સફળ આયોજન : કુલ ૩૩૬ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું

“રક્તદાન એ જ મહાદાન” - વિવિધ તાલુકાઓમાં અંગદાનનો પણ સંકલ્પ કરતા રક્તદાતાઓ

અમરેલી તા. ૧૭ સપ્ટેમ્બર
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષની જનસેવાને બિરદાવવા તા. ૧૭ સપ્ટેમ્બરથી ‘સેવા સંકલ્પ અભિયાન’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત સમગ્ર જિલ્લામાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજે ‘સેવા મારું યોગદાન’ અંતર્ગત અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિત્તે અમરેલી જિલ્લાના તમામ તાલુકાઓમાં તાલુકાકક્ષાના રક્તદાન કેમ્પનું ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ તમામ કેમ્પમાં જિલ્લાના નાગરિકો અને રક્તદાતાઓએ ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો, જેના પરિણામે સમગ્ર જિલ્લામાંથી કુલ ૩૩૬ યુનિટ જેટલું રક્ત એકત્રિત કરવામાં આવ્યું છે. આ એકત્રિત થયેલું લોહી આગામી સમયમાં જરૂરિયાતમંદ દર્દીઓ તેમજ ઇમરજન્સી સેવાઓ માટે ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થશે.

આ સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત તાલુકાવાર થયેલા રક્ત કલેક્શનની વિગતો મુજબ, જાફરાબાદ તાલુકાના બંદર જેટી (પીપળી કાંઠા) ખાતે રક્તદાતાઓના ભારે ઉત્સાહ વચ્ચે સૌથી વધુ ૧૦૪ યુનિટ રક્ત એકત્રિત થયું હતું.

જ્યારે બાબરા તાલુકામાં પી.એચ.સી મોટા દેવળિયા ખાતે ૩૭ યુનિટ અને સી.એચ.સી બાબરા ખાતે ૩૨ યુનિટ મળીને કુલ ૬૯ યુનિટ, તેમજ અમરેલી તાલુકામાં પી.એચ.સી વાંકીયા ખાતે ૧૫ યુનિટ રક્તનું કલેક્શન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત, કુંકાવાવ સી.એચ.સી ખાતે ૩૧ યુનિટ, બગસરાના સ્વામિનારાયણ મંદિર (કુંકાવાવ રોડ) ખાતે ૨૨ યુનિટ, એસ.ડી.એચ રાજુલા ખાતે ૫૧ યુનિટ તેમજ સાવરકુંડલાની કે.કે. મહેતા હોસ્પિટલ (જૂના બસ સ્ટેન્ડ પાસે) ખાતે ૩૩ યુનિટ રક્ત એકત્રિત કરાયું હતું. આ સાથે જ ધારી તાલુકાના દિતલા ખાતે બપોર પછીના સેશનમાં પણ રક્તદાનની પ્રક્રિયા સુચારુ રૂપે હાથ ધરવામાં આવી હતી.

માનવ શરીરની અંદર વહેતું લોહી એવું તત્વ છે જે કુત્રિમ રીતે કોઈ ફેક્ટરી કે લેબોરેટરીમાં બનાવી શકાતું નથી. અકસ્માત, સર્જરી, પ્રસૂતિ સમયની જટિલતાઓ અથવા થેલેસેમિયા અને કેન્સર જેવા ગંભીર રોગોથી પીડાતા દર્દીઓનો જીવ બચાવવા માટે માત્ર અને માત્ર અન્ય માનવી દ્વારા કરાયેલું રક્તદાન જ એકમાત્ર વિકલ્પ છે. વિજ્ઞાન અનુસાર, એક સ્વસ્થ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલું રક્તદાન માત્ર ત્રણ મહિનામાં શરીરમાં કુદરતી રીતે પુનઃ નિર્મિત થઈ જાય છે અને તેનાથી સ્વાસ્થ્યને કોઈ નુકસાન થતું નથી, પરંતુ તેનાથી કોઈના અમૂલ્ય જીવનને નવજીવન ચોક્કસ મળી શકે છે. તેથી જ રક્તદાનને સર્વશ્રેષ્ઠ અને મહાદાન માનવામાં આવે છે.
📲Get App