🔥 TRENDING સુરતની સંગીની હબ-2 ટેક્સટાઇલ માર્કેટમા... ઝાલોદ-લીમડીના 96માંથી 82 ગામો પ્રભાવિત... साहिबगंज में कांग्रेस का प्रदर्शन: निर... सामाजिक अंकेक्षण ग्राम सभा आयोजित महसूल मंत्री चंद्रशेखर बावनकुळे यांची... સુત્રાપાડાના ગોરખમઢી ગામે રામમંદિર તથા...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુત્રાપાડા-કોડીનાર હાઇવે પર થોરડી ગામ નજીકથી ગુમ થયેલા યુવકનો ડીકંપોઝ્ડ મૃતદેહ મળ્યો: વિસ્તારમાં સળવળાટ
Local

સુત્રાપાડા-કોડીનાર હાઇવે પર થોરડી ગામ નજીકથી ગુમ થયેલા યુવકનો ડીકંપોઝ્ડ મૃતદેહ મળ્યો: વિસ્તારમાં સળવળાટ

✍️ Reporter: Praful Kamaliya 🗓 18 Sep 2026, 10:54 AM 👁 48
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુત્રાપાડા-કોડીનાર હાઇવે પર થોરડી ગામ નજીકથી ગુમ થયેલા યુવકનો ડીકંપોઝ્ડ મૃતદેહ મળ્યો: વિસ્તારમાં સળવળાટ

સુત્રાપાડા-કોડીનાર હાઇવે પર થોરડી ગામ નજીકથી ગુમ થયેલા યુવકનો ડીકંપોઝ્ડ મૃતદેહ મળ્યો: વિસ્તારમાં સળવળાટ
સુત્રાપાડા-કોડીનાર હાઇવે પર આવેલા થોરડી ગામના પાટિયા નજીકથી આજે વહેલી સવારે એક ૩૧ વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી.
મળેલી માહિતી અનુસાર, વહેલી સવારે એક સ્થાનિક ખેડૂત પોતાના ખેતર તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમને ખેતર નજીક તીવ્ર દુર્ગંધ આવી હતી. શંકા જતાં તેમણે નજીક જઈને તપાસ કરતા એક પુરુષનો મૃતદેહ પડેલો જોવા મળ્યો હતો. આ અંગે તેમણે તાત્કાલિક ગ્રામજનોને જાણ કરી હતી, જેના પગલે ધામળેજ, થોરડી અને સિંગસર ગામના લોકોના ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. એકત્ર થયેલા ગ્રામજનોએ મૃતદેહની ઓળખ દિનેશભાઈ જોરા તરીકે કરી હતી.
ઘટનાની જાણ થતાં જ સુત્રાપાડા પોલીસની ટીમ તુરંત સ્થળ પર પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસ અનુમાન લગાવી રહી છે કે મૃતદેહ આશરે ૩ થી ૪ દિવસ જૂનો હોવાથી કોહવાઈ ગયેલી હાલતમાં મળ્યો છે.
PM રિપોર્ટ બાદ મોતનું કારણ અકબંધ
મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે મૃતદેહનો કબજો મેળવી વધુ ફોરેન્સિક પંચનામા અને પેનલ પીએમ (Post-Mortem) અર્થે જામનગર મોકલી આપ્યો છે. યુવકનું મૃત્યુ અકસ્માતે થયું છે, આત્મહત્યા છે કે પછી કોઈની હત્યા કરવામાં આવી છે—તે તમામ દિશાઓમાં સુત્રાપાડા પોલીસે સઘન તપાસ શરૂ કરી છે.
📲Get App