🔥 TRENDING धरुवार टोल प्लाजा पर हाईवे यातायात पुल... Shubman Gill and Virat Kohli each hit... India Clinches 8‑Wicket Victory Over W... Raghubir Yadav Says ‘Panchayat’ Film M... Parineeti Chopra Opens Up About Mom Gu... Sushant Singh Rajput's Sister Claims S...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભીનાર ગામમાં ૩.૦ ૭૭મો તાલુકા કક્ષાનો વનમહોત્સવ યોજાયો
Local

ભીનાર ગામમાં ૩.૦ ૭૭મો તાલુકા કક્ષાનો વનમહોત્સવ યોજાયો

✍️ Reporter: Chandrakant Mistry 🗓 18 Sep 2026, 03:10 AM 👁 46
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભીનાર ગામમાં ૩.૦ ૭૭મો તાલુકા કક્ષાનો વનમહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જે સ્થાનિક સ્તરે વૃક્ષારોપણ અને જંગલ જાગૃતિને પ્રોત્સાહિત કરે છે.

ભીનાર ગામમાં ૩.૦ ૭૭મો તાલુકા કક્ષાનો વનમહોત્સવ યોજાયો, જેમાં સ્થાનિક અધિકારીઓ અને ગામવાસીઓએ ભાગ લીધો. આ કાર્યક્રમનું મુખ્ય ઉદ્દેશ્ય જંગલની મહત્તા અને વૃક્ષારોપણની જરૂરિયાત વિશે જનજાગૃતિ વધારવાનું હતું.

દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિન નિમિત્તે "સેવા સંકલ્પ"દ્વારા યોજાનારા કાર્યક્રમ અંતર્ગત જલાલપોર તાલુકાના ભીનાર ગામ ખાતે સામાજિક વનીકરણ વિભાગ,નવસારી દ્વારા ગુરૂવારે જલાલપોરના લોકલાડીલા ધારાસભ્યશ્રી.આર.સી.પટેલ સાહેબના અધ્યક્ષ સ્થાને "એક પેડ માઁ કે નામ" 77 મો તાલુકા કક્ષાનો વન મહોત્સવનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે શ્રી.આર.સી.પટેલ સાહેબ તથા નવસારી જિલ્લા આરોગ્ય સમિતિ ના અધ્યક્ષ રાહુલ મનુભાઈ પટેલ તેમજ નાયબ વન સંરક્ષણ અધિકારી કેયુર પટેલ,સુપા રેંજ ફોરેસ્ટ ઓફિસર મિતુલ પટેલ જેવા મહાનુભવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.જલાલપોર તાલુકા પંચાયતના પ્રમુખ કેયુર પટેલ,ઉપપ્રમુખ વિપુલ પટેલ,તા.પં.સભ્ય ભારતીબેન પટેલ,સ્વાતીબેન પટેલ,કૃતિકાબેન ઢોડીયા,હિતેન પટેલ,ભીનાર ગામના સરપંચશ્રી સહિત,પક્ષના કર્મઠ કાર્યકરો તથા ગ્રામજનો આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
📲Get App