🔥 TRENDING Bollywood Stars Shine at Global Fashio... BollywoodHungama Releases 337 Photos o... Bollywood Hungama Unveils 10 New Photo... Microdramas Shine at FICCI FRAMES, Mar... Film Bodies Protest 570% BMC Tax Hike,... Swara Bhasker Calls Backlash Over Padm...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વડોદરામાં રાષ્ટ્રીય મુસ્લિમ મંચે પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસની ઉજવણી દરગાહ શરીફ ખાતે
Local

વડોદરામાં રાષ્ટ્રીય મુસ્લિમ મંચે પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસની ઉજવણી દરગાહ શરીફ ખાતે

✍️ Reporter: Kuntalkumar Chokshi 🗓 18 Sep 2026, 12:08 AM 👁 47
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાષ્ટ્રીય મુસ્લિમ મંચ દ્વારા વડોદરાના સૈયદ અલી મિરદાતર દરગાહ શરીફ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી.

રાષ્ટ્રીય મુસ્લિમ મંચના શબ્બીરભાઈ રાઠોડ દ્વારા 17 સપ્ટેમ્બર 2026ના રોજ વડોદરાના સૈયદ અલી મિરદાતર દરગાહ શરીફ (ચિલ્લા ) સહયોગ, ગોરવા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

આ પ્રસંગે દેશની પ્રગતિ, એકતા, ભાઈચારા અને શાંતિ જળવાઈ રહે તે માટે ખાસ દુઆ કરવામાં આવી, તેમજ પ્રધાનમંત્રી મોદીના ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને સફળ નેતૃત્વ માટે પણ દુઆ કરવામાં આવી.

ઉપસ્થિતમાં વડોદરા પ્રમુખ જાવેદભાઈ મિર્ઝા, મંત્રી ઈકબાલભાઈ રાણા, ઓલ ઈન્ડિયા પસમંદા મુસ્લિમ મહાઝના પ્રદેશ અધ્યક્ષ અને વોર્ડ-15 ના સલીમભાઈ ગરાસિયા, પ્રદેશ અધ્યક્ષ ગુજરાત રફીકભાઈ કુરેશી (ઉપપ્રમુખ), રઝાકભાઈ ઘાણીવાલા, પપ્પુભાઈ શૈખ, સુમિતભાઈ રાણા, સુનીલભાઈ રાઠોડ સહિત અન્ય સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા.

સમગ્ર કાર્યક્રમ ભાઈચારા અને દેશભક્તિના વાતાવરણમાં ઉત્સાહભેર સંપન્ન થયો.
📲Get App