🔥 TRENDING ନିଆଳିରେ ୨୭୫ ଅପମିଶ୍ରିତକାରୀଙ୍କ ନାଁରେ ଏତଲ... बांका: मंदार पर्वत छेड़छाड़ मामले में... कायमगंज: तेज बारिश से ढहा पक्का मकान,... તિલકવાડા આંગણવાડી કેન્દ્ર-4 ખાતે પોષણ... સાબરકાંઠા LCB: રાજસ્થાનની 'બીજુડા ગેંગ... বাগনানে বৃদ্ধের হাতে চন্দ্রবোড়া সাপ ধ...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હિંમતનગરમાં સેવાસેતુ કાર્યક્રમ: નાગરિકોના પ્રશ્નોનો સ્થળ પર જ ઉકેલ..
Local

હિંમતનગરમાં સેવાસેતુ કાર્યક્રમ: નાગરિકોના પ્રશ્નોનો સ્થળ પર જ ઉકેલ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 18 Sep 2026, 12:34 AM 👁 46
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં નગરપાલિકા અને તાલુકા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો, જેમાં નાગરિકોની અરજીઓનો સ્થળ પર જ ઉકેલ લાવવામાં આવ્યો..

સાબરકાંઠા જિલ્લાના-:
હિંમતનગરમાં આજ રોજ હિંમતનગર નગરપાલિકા તથા તાલુકા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો. રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાના પ્રશ્નોનો ચોક્કસ અને ઝડપી ઉકેલ આવે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા આ સેવાસેતુ કાર્યક્રમમાં નગરજનો દ્વારા રજૂ કરવામાં આવેલા વિવિધ પ્રશ્નો અને અરજીઓનું સ્થળ પર જ માર્ગદર્શન અને જરૂરી કાર્યવાહી કરવામાં આવી.આ ઉપક્રમ દ્વારા નાગરિકોને સરકારી સેવાઓનો લાભ સરળતાથી મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું..

સરકારી તંત્ર અને પ્રજા વચ્ચેનો સીધો સંવાદ વધુ સુદૃઢ બને તથા લોક કલ્યાણના કાર્યોને વધુ ગતિ મળે તે માટે સેવાસેતુ કાર્યક્રમ મહત્વપૂર્ણ માધ્યમ બની રહ્યો છે. આ કાર્યક્રમ દ્વારા વહીવટી પારદર્શિતા અને જનસેવાના ધોરણોને નવી દિશા મળી રહ્યા છે.
📲Get App