🔥 ट्रेंडिंग धरुवार टोल प्लाजा पर हाईवे यातायात पुल... Shubman Gill and Virat Kohli each hit... India Clinches 8‑Wicket Victory Over W... रघुबीर यादव ने कहा, ‘पंचायत’ फ़िल्म सफ... पारिनीति चोपड़ा ने खुलासा किया माँ के... सुषांत सिंह राजपूत की बहन ने दावा किया...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભારતીય બનાવટની વિદેશી દારૂ વ્હીસ્કીની બોટલ અને બે આરોપીઓની નવસારી એલ સી બી દ્વારા અટકાયત
अपराध

ભારતીય બનાવટની વિદેશી દારૂ વ્હીસ્કીની બોટલ અને બે આરોપીઓની નવસારી એલ સી બી દ્વારા અટકાયત

✍️ रिपोर्टर: Chandrakant Mistry 🗓 18 सित. 2026, 02:58 PM 👁 53
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નવસારી એલ. સી .બી દ્વારા ભારતીય બનાવટની વિદેશી દારૂ વ્હીસ્કીની બોટલો અને બે આરોપીઓને અટકાયત કરવામાં આવી.

નીડ 24 ન્યૂઝ નવસારીમાં આપનું સ્વાગત છે. ગણેશ ઉત્સવ પૂર્વે નવસારી એલ.સી.બી. પોલીસે ગેરકાયદે દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરી છે. આજે તારીખ 18/09/2026 ના રોજ એલ.સી.બી પોલીસ ના અધિકારીઓ પેટ્રોલિંગ માં હતા તે દરમ્યાન ગણદેવી તાલુકાના ગણદેવા ગામ નજીક આવેલ એક્સપ્રેસ-વે ટોલનાકા પાસે નાકાબંધી દરમિયાન મહારાષ્ટ્ર પાસિંગની બોલેરો મેક્સ પિકઅપ ગાડીમાંથી કૂલ ૧૮૭૨ બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. એલ.સી.બી. પોલીસે ₹૭,૪૭,૬૦૦ ની કિંમતનો દારૂ, ₹૭ લાખની કિંમતનું વાહન અને મોબાઈલ મળી કૂલ ₹૧૪,૫૭,૬૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે. ઘટનાસ્થળેથી મુંબઈના ચાલક રાજુ મોર્યા અને ક્લીનર ઈસરાર શેખની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દમણથી દારૂ ભરાવી આપનાર અને વડોદરા મંગાવનાર ઈસમોને વોન્ટેડ જાહેર કરાયા છે. દારૂનો આ જથ્થો ગણદેવી પોલીસ સ્ટેશન ખાતે સોંપી ગુનો રજીસ્ટર કરાવાયો છે. નીડ 24 ન્યૂઝ નવસારી ન્યૂઝ, જોડાયેલા રહો.

Like 👍 | Share 🔄 | Follow ✅
Need 24 news navsari

#NavsariNews #NavsariLCB #GujaratPolice #ProhibitionCrime
📲Get App