🔥 ट्रेंडिंग वित्त मंत्री सीतारमण ने कहा, 'हम हॉकी... ખેડા લવાલમાં 9 લોકોનું જૂથ યુવક પર લોહ... लूणकरणसर तहसील के सभी गांवों की सरपंच... इकॉनमिक टाइम्स ने 4 अक्टूबर 2026 को वे... नौसेना प्रमुख ने स्काईरूट को भारत की अ... मीना से कचरा ना उठने की वजह से बना बाद...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ડભોઇ નગરપાલિકાના પ્રથમેશ એન્ટરપ્રાઇઝ ના કરાર હવે પડકારરૂપ બનશે?

ડભોઇ નગરપાલિકાના પ્રથમેશ એન્ટરપ્રાઇઝ ના કરાર હવે પડકારરૂપ બનશે?

✍️ रिपोर्टर: Dharmendrakumar Dhobi 🗓 18 सित. 2026, 02:30 PM 👁 106
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ડભોઇ નગરપાલિકા ના પ્રથમેશ એન્ટરપ્રાઇઝ ના કરાર હવે પડકારરૂપ બનશે?

ડભોઇ નગરપાલિકા ના પ્રથમેશ એન્ટરપ્રાઈઝ ના કરાર હવે પડકાર બનશે ?



ડભોઇ નગરપાલિકા દ્વારા નગરજનો ને શુધ્ધ પીવા નુ આલ્કલાઈન પાણી નુ મહારાષ્ટ્ર ના નાસીક બાદ ડભોઇ મા ૨૪/૩/૨૦૨૬ મા કરાર પ્રથમેશ એન્ટરપ્રાઈઝ અને ડભોઈ નગરપાલિકા વચ્ચે કરાર કરવામાં આવેલ જેમાં પ્રથમેશ એન્ટરપ્રાઈઝ ને શુધ્ધ પીવાના આલ્કલાઈન પાણી માટે પાણી પુરુ પાડવા નુ અને પાણી ના ATM માટે જગ્યા ફાળવવા ની રહેશે એમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે પાણી નુ કોલોરીનેશ સરકારી તબીબ દ્વારા પાણી માં કલોરીનેશન કેટલુ કરવુ એ દર અઠવાડિયે નક્કી થાય છે જયારે પ્રથમેશ એન્ટરપ્રાઈઝ કલોરીનેશન પોતાને ફાયદો થાય એમ નાંખવા જણાવે છે
પ્રથમેશ એન્ટરપ્રાઈઝ ડભોઇ શહેરમાં આલ્કલાઈન પાણી ૧ ₹ માં ૩૦૦ એમ.એલ , ૨ ₹ મા એક લીટર ,૫ ₹ માં ૩ લીટર પાણી આપવા નો કરાર થયો છે પ્રથમેશ એન્ટરપ્રાઈઝ એની માસિક આવક ના ૫ ટકા નગરપાલિકા મા જમા કરાવવા ના રહેશે એમાં જાણવા મળ્યાં મુજબ પ્રથમેશ એન્ટરપ્રાઈઝ ત્રણ માસ ના ₹૭૫૦૦ જમા કરાવવા ગયેલ જેને લઈ નગરપાલિકા એ નાણાં સ્વીકારવા ની હાલ પુરતી ના પાડી છે નગરપાલિકા પટાંગણ માંથી જાણવા મળ્યાં મુજબ પ્રથમેશ એન્ટરપ્રાઈઝ જે નગરપાલિકા ની મિલકત વાપરે છે એનુ ભાડું સામાન્ય રીતે પંદરહજાર ઉપર જાય છે એ સાથે સાથે નગરપાલિકા ના ચિફ ઓફિસર દ્વારા પ્રથમેશ એન્ટરપ્રાઈઝ સાથે દશ વર્ષ નો કરાર કરેલ છે જાણવા મળ્યાં મુજબ નગરપાલિકા ના ચિફ ઓફિસર ને ૧૧ માસ સુધી કરાર ની સતા છે એની ઉપર કરાર ની સતા જીલ્લા કલેકટર પાસે હોવાનું જાણવા મળ્યું છે ત્યારે નગરપાલિકા એ દશ વર્ષ નો કરાર કેવી રીતે કર્યો ? જિલ્લા કલેકટર શ્રી એ કરાર ને લઇ ને કોઈ નિર્ણય કરશે તો પ્રથમેશ એન્ટરપ્રાઈઝ નુ ઉઠામણુ થઇ શકે છે હવે જોવુ રહ્યું કે જિલ્લા કલેકટર શુ નિર્ણય કરે છે ? એક વાત નક્કી કે પ્રથમેશ એન્ટરપ્રાઈઝ સામે નગરપાલિકા દલાતરવાડી ની ભૂમિકા હોવાનું જોવા મળે છે સતા ના પરિવર્તન બાદ પ્રથમેશ એન્ટરપ્રાઈઝ માટે કપરા ચઢાણ હશે એ નક્કી છે
📲Get App