🔥 TRENDING સેવા સેતુ બીજા તબક્કા નું કાર્યક્રમ ಶ್ರಾವಣ ಮಾಸದ ಭಜನಾ ಮುಕ್ತಾಯ ಕಾರ್ಯಕ್ರಮ ದೇವ... 40 கி.மீ காரின் மேற்கூரையில் பயணித்து... एआईएमआईएम के हसनपुर विधानसभा चुनाव की... Two dead after speeding Range Rover hi... 18‑Year‑Old Rehan Mansuri Joins Gujara...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાબરકાંઠા માં જનસેવા થી દેશસેવા ૨૫ વર્ષ અભિયાન હેઠળ રક્તદાન મહોત્સવ યોજાયો..
Health

સાબરકાંઠા માં જનસેવા થી દેશસેવા ૨૫ વર્ષ અભિયાન હેઠળ રક્તદાન મહોત્સવ યોજાયો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 17 Sep 2026, 10:45 PM 👁 48
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગરની જૂની સિવિલ હોસ્પિટલમાં નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ અને ૨૫ વર્ષ સેવા સંકલ્પ અભિયાનની ઉજવણીમાં સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું..

સાબરકાંઠા જિલ્લામાં-:
હિંમતનગરની જૂની સિવિલ હોસ્પિટલમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે તેમજ "જનસેવા થી દેશસેવા – ૨૫ વર્ષ સેવા સંકલ્પ અભિયાન" અંતર્ગત "સેવા મેરા યોગદાન" (સ્વૈચ્છિક રક્તદાન શિબિર)નું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પમાં સ્વયંસેવકો અને રક્તદાતાઓએ ભાગ લઈને રક્તદાનની મહત્ત્વતા અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્તની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાની મહત્વપૂર્ણ ભૂમિકા દર્શાવી.કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ અરુણાબેન કડિયા, તાળા પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ, શહેર પ્રમુખ કુલદીપભાઈ પાઠક, ઉપપ્રમુખ ગોપાલસિંહ રાઠોડ, તાળા હેલ્થ ઓફિસર ડો.રાજેશભાઈ પટેલ અને નગરપાલિકાના તમામ કોર્પોરેટરો સહિત અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.તેમણે રક્તદાનને "મહાદાન" તરીકે ગણાવી, સ્વૈચ્છિક રીતે રક્તદાન કરવા માટે જનતા વચ્ચે જાગૃતિ અને ઉત્સાહ વધારવાનો આહ્વાન કર્યો..

રક્તદાન શિબિરમાં ઉપસ્થિત રહેલા સેવાભાવી દાતાઓએ પોતાના ઉત્સાહ અને સહકારથી આ માનવસેવામાં ભાગ લેવા માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.આવા કેમ્પો જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્તની પૂરતી પુરવઠા સુનિશ્ચિત કરે છે અને સમાજમાં સ્વયંસેવક ભાવને મજબૂત કરે છે. આયોજકો વધુમાં વધુ લોકોને સ્વૈચ્છિક રક્તદાન કરવા પ્રોત્સાહિત કરે છે, જેથી રક્તની કમીને દૂર કરીને આરોગ્યસેવામાં યોગદાન આપી શકાય.
📲Get App