🔥 TRENDING નબીપુર નજીક તલવારની અણીએ લૂંટના પ્રયાસ... Trump Suggests Pre-Midterm Strikes on... शहीद कुंदन का अस्थि कलश तिरंगे में लिप... Vikram Misri Discusses Russia and Iran... India Must Navigate Diplomatic Tightro... Political Clash Escalates as Calls Gro...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૬મા જન્મદિવસની શુભકામનાઓ નિમિત્તે સેવાકાર્ય

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૬મા જન્મદિવસની શુભકામનાઓ નિમિત્તે સેવાકાર્ય

✍️ Reporter: Gilani Asikali 🗓 17 Sep 2026, 08:38 PM 👁 139
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદવાદ જીલ્લા ના વિરમગામ ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૬મા જન્મદિવસની શુભકામનાઓ નિમિત્તે,સહકાર સે સમૃદ્ધિ ના ભાવને સાકાર કરતાં સેવાકાર્યરૂપે ચેરમેનશ્રી અજયભાઈ પટેલ તથા વાઈસ ચેરમેનશ્રી જગદીશભાઈ પટેલના સહકાર અને માર્ગદર્શન હેઠળ એ.ડી.સી.બેન્કના સ્ટાફ પરિવાર દ્વારા પે સેન્ટર કુમાર શાળા નં.૧,વિરમગામ ખાતે તા.17/09/2026,ગુરુવારના રોજ શાળાના બાળકોને ચપ્પલ તથા બિસ્કિટના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું.
આ સેવાભાવી કાર્યથી શાળાના બાળકોમાં ખૂબ જ આનંદ અને રાજીપો જોવા મળ્યો.બાળકોના નિર્દોષ ચહેરા પરની ખુશી આ સેવાકાર્યની સુંદર અનુભૂતિ બની રહી.આ પ્રસંગે દીપકભાઈ ઈશ્વરભાઈ પરમાર – પે સેન્ટર આચાર્ય,કુમાર શાળા નં. ૧,વિરમગામ,સમગ્ર સ્ટાફ પરિવાર તથા શાળાના ભૂલકાઓ દ્વારા ચેરમેનશ્રી,વાઈસ ચેરમેનશ્રી તથા એ.ડી.સી. બેન્કના સમગ્ર સ્ટાફ પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો.સેવા,સહકાર અને સંવેદનાથી જ સમાજ સમૃદ્ધ બને છે. શાળા તરફ એક ડગલું સફળતા તરફ અનેક પગલાં
રિપોર્ટર.
આસીક અલી ગીલાણી
વિરમગામ
📲Get App