🔥 TRENDING Virender Sehwag's Hilarious Reaction t... Scripted Video Circulates as Real Hara... Secret Spot Goes Viral, Crowds Overwhe... Seoul Blames Kyiv for Breach of Secrec... The Tribune Records Search for 'jijith... The Tribune publishes profile of Dr Sh...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ‘એક દીવો આશીર્વાદનો’અંતર્ગત મહિસાગર જિલ્લામાં દીપોત્સવ અને મહાઆરતી યોજાઈ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ‘એક દીવો આશીર્વાદનો’અંતર્ગત મહિસાગર જિલ્લામાં દીપોત્સવ અને મહાઆરતી યોજાઈ

✍️ Reporter: Burhaan sibhai 🗓 17 Sep 2026, 10:15 PM 👁 45
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ તેમજ તેમની ૨૫ વર્ષની અવિરત જનસેવાને સમર્પિત ‘જનસેવાથી દેશ સેવા – ૨૫ વર્ષ સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત મહિસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા “એક દીવો આશીર્વાદનો” કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહપૂર્વક યોજાયો હતો. આ અભિયાન અન્વયે જિલ્લાના પવિત્ર અને ઐતિહાસિક સ્થળોએ સામૂહિક દીપ પ્રાગટ્ય તેમજ ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.
​કાર્યક્રમના મુખ્ય કેન્દ્ર સમાન લુણાવાડા ખાતે જિલ્લા કલેક્ટર અર્પિત સાગરે જિલ્લા સેવા સદન (કલેક્ટર કચેરી) પરિસરમાં દીપ પ્રાગટ્ય કરી અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારબાદ તેઓએ પૌરાણિક લુણેશ્વર મહાદેવ મંદિર ખાતે ઉપસ્થિત રહી ભાવપૂર્વક દીવડાઓ પ્રગટાવ્યા હતા અને મહાઆરતીમાં સહભાગી થયા હતા. આ અવસરે જિલ્લા કલેક્ટરની સાથે નિવાસી અધિક કલેક્ટર સી. વી. લટા, પ્રોબેશનરી આઈએએસ અધિકારી ત્રિલોકસિંહ તેમજ જિલ્લાના પદાધિકારીઓ અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ ભગીરથ સેવાયજ્ઞના ભાગરૂપે લુણાવાડા ઉપરાંત જિલ્લાના અન્ય ગૌરવવંતા સ્થળો—વિશ્વ વિખ્યાત અશ્મિભૂમિ રૈયોલી, પ્રાચીન ઐતિહાસિક ધરોહર સમાન કલેશ્વરી (ખાનપુર) તથા શહીદોની પુણ્યભૂમિ એવા માનગઢ ધામ (સંતરામપુર) ખાતે પણ વિશેષ કાર્યક્રમો યોજાયા હતા. સાંજના સમયે આ તમામ નિર્ધારિત સ્થળોએ ઉપસ્થિત અધિકારીઓ, કર્મયોગીઓ અને ગ્રામજનો દ્વારા સેંકડો દીવડાઓ પ્રગટાવી વાતાવરણને ભક્તિમય બનાવવામાં આવ્યું હતું અને અંતમાં મહાઆરતી સંપન્ન થઈ હતી.
સમગ્ર જિલ્લામાં યોજાયેલા આ કાર્યક્રમોમાં સ્થાનિક નાગરિકો અને વહીવટી તંત્રના અધિકારીઓ-કર્મચારીઓએ વિશાળ સંખ્યામાં જોડાઈને વડાપ્રધાનને આશીર્વાદ સ્વરૂપે દીપ અર્પણ કરી રાષ્ટ્ર સેવાના સંકલ્પને વધુ સુદૃઢ બનાવ્યો હતો.
📲Get App