🔥 TRENDING Congress Criticizes BJP Over Tribal Ri... Chhattisgarh Raises PG Stipend by Up t... LPU unrest: internet shut, 10‑day holi... Muslim Community Protests Removal of S... पार्किंग को लेकर हुई मामूली कहासुनी, फ... Rohit-Shubman Opening Sparks Debate Ov...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
તલોદરા ખાતે સ્થિત પર્યાવરણ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

તલોદરા ખાતે સ્થિત પર્યાવરણ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

✍️ Reporter: MALEK SIRAJUDDIN I. 🗓 17 Sep 2026, 09:30 PM 👁 252
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિવસ નિમિત્તે મેરા યોગદાન અંતર્ગત રક્તદાન કેમ્પનો આયોજન કરાયા

તલોદરા ખાતે સ્થિત પર્યાવરણ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન

ઝઘડિયા તાલુકાના તલોદરા સ્થિત પર્યાવરણ ફાઉન્ડેશન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ‘મેરા યોગદાન’ અંતર્ગત રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ દૂધધારા ડેરી ખાતે યોજાયેલા આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી સામાજિક સેવામાં યોગદાન આપ્યું હતું.

કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ સહિત વિવિધ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તલોદરા ગામના આગેવાન વિઠ્ઠલભાઈ વસાવા તથા તેમની ટીમના સહયોગથી રક્તદાન કેમ્પને સફળ બનાવવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો દ્વારા રક્તદાનના મહત્વ અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા તેમજ જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્તદાનનું મહત્વ સમજાવી લોકોને રક્તદાન કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. રિપોર્ટર: મલેક સિરાજુદ્દીન ઝઘડિયા
📲Get App