🔥 TRENDING માંગરોળ: પરમેશ હાઈસ્કૂલના આચાર્ય અને પ... सीसीएल का मनमानी મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સ... પાટણમાં ૭ ઓક્ટોબરે ‘સેવા જ્યોતિ કળશ યા... Official Telugu Teaser of 'Slum Dog: 3... Times of India releases lyrical video...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતના મહુવા તાલુકાનાં ખરવણ ગામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ભવ્ય ઉજવણી
Local

સુરતના મહુવા તાલુકાનાં ખરવણ ગામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ભવ્ય ઉજવણી

✍️ Reporter: Dhaval Maheta 🗓 17 Sep 2026, 07:45 PM 👁 157
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ખરવણ ગામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ભવ્ય ઉજવણી: દીવા પ્રગટાવી દીર્ઘાયુની કામના કરાઈ

દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી ચાલી રહી છે, અને સુરત જિલ્લામાં મહુવા તાલુકાના ખરવણ ગામમાં પણ આ અવસરને અનોખી રીતે મનાવવામાં આવ્યો.

ગામના ઉત્સાહી નાગરિકો અને સ્થાનિક જનપ્રતિનિધિઓએ દીવા પ્રગટાવી, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે મંગલ કામના કરી.

કાર્યક્રમમાં માજી જિલ્લા પંચાયત સભ્ય શ્રી તુષારભાઈ, હાલના જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી હીનાબેન પટેલ, તાલુકા પંચાયત સભ્ય શ્રીમતી કલ્પનાબેન પટેલ, ગામના સરપંચ શ્રી જયંતીભાઈ ભ્રમહાણીયા અને તલાટી શ્રી અનિલભાઈ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.

ઉપસ્થિત મહાનુભાવો અને ગ્રામજનો વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશની પ્રગતિના નવા શિખરો સર કરે તેવી શુભેચ્છા વ્યક્ત કરી, અને સમગ્ર ગામ દેશભક્તિના માહોલથી ગૂંજી ઉઠ્યું.
📲Get App