🔥 TRENDING त्यागराज स्टेडियम में ‘वैश्य कुल सांस्... राजकीय सीनियर सेकेंडरी स्कूल के कंप्यू... BTS Makes History at 2026 MTV VMAs, Wi... Vidya Vox Raises Alarm: AI Steals from... Mumbai to Experience Light Rain and Th... Bank of Maharashtra Stock Sees RSI Tre...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભાદરવી પૂનમ મહામેળા માટે હિંમતનગરમાં વન-વે ટ્રાફિક વ્યવસ્થા..
Local

ભાદરવી પૂનમ મહામેળા માટે હિંમતનગરમાં વન-વે ટ્રાફિક વ્યવસ્થા..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 17 Sep 2026, 05:40 PM 👁 47
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠામાં ભાદરવી પૂનમ મહામેળાની પદયાત્રીઓની સુરક્ષા માટે 19 થી 26 સપ્ટેમ્બર સુધી હિંમતનગર-મહેતાપુરા-ખેરોજ પુલ માર્ગ પર વન-વે ટ્રાફિક વ્યવસ્થા અમલમાં રહેશે..

સાબરકાંઠામાં-:
19 સપ્ટેમ્બર થી 26 સપ્ટેમ્બર 2026 સુધી હિંમતનગરના મહેતાપુરાથી ખેરોજ પુલ સુધીના માર્ગ પર વન-વે ટ્રાફિક વ્યવસ્થા અમલમાં રહેશે. મહેતાપુરા થી ખેરોજ પુલ સુધી હિંમતનગરથી જતા માર્ગની ડાબી બાજુના હાઇવે પર નાના-મોટા તમામ વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે, જ્યારે જમણી બાજુનો માર્ગ ખુલ્લો રહેશે.ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી અને ખેડબ્રહ્મા તરફ મોટી સંખ્યામાં પદયાત્રીઓ નીકળતા હોવાથી અકસ્માત ટાળવા અને ટ્રાફિક સુચારૂ રાખવા આ નિર્ણય લેવાયો છે. સરકારી કામગીરીના વાહનો તેમજ એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડને આ નિયંત્રણમાંથી મુક્તિ આપવામાં આવી છે..

જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવી છે.આ પગલાંથી પદયાત્રીઓની સુરક્ષા અને માર્ગ વ્યવસ્થાને સુનિશ્ચિત કરવાનો ઉદ્દેશ છે.
📲Get App