🔥 TRENDING રાજકોટ: મોરબી રોડ હડાળા ગામના પાટિયા પ... Four Assam Labourers Die in Meghalaya... Rape Case Surge Brings Women's Safety... Ayushmann Khurrana to Portray Pakistan... Madonna and Taylor Swift Dominate MTV... TVK Minister Criticises Udhayanidhi St...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પે સેન્ટર કુમાર શાળા નં.-૧, વિરમગામમાં જન્મદિવસની અનોખી ઉજવણી

ચિ.ઈવાન વિશ્વ પટેલના જન્મદિવસ નિમિત્તે શાળાના ભૂલકાઓને બટુક ભોજન

પે સેન્ટર કુમાર શાળા નં.-૧, વિરમગામમાં જન્મદિવસની અનોખી ઉજવણી ચિ.ઈવાન વિશ્વ પટેલના જન્મદિવસ નિમિત્તે શાળાના ભૂલકાઓને બટુક ભોજન

✍️ Reporter: Gilani Asikali 🗓 17 Sep 2026, 06:18 PM 👁 47
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પે સેન્ટર કુમાર શાળા નં.-૧, વિરમગામમાં જન્મદિવસની અનોખી ઉજવણીચિ.ઈવાન વિશ્વ પટેલના જન્મદિવસ નિમિત્તે શાળાના ભૂલકાઓને બટુક ભોજનવિરમગામ પે સેન્ટર કુમાર શાળા નં.-૧,વિરમગામ ખાતે ચિ.ઈવાન વિશ્વ પટેલના જન્મદિવસની ઉજવણી સેવાભાવ અને આનંદ સાથે અનોખી રીતે કરવામાં આવી હતી.હેલ્પ્સ ફાઉન્ડેશનના માર્ગદર્શન હેઠળ ચિ.ઈવાન વિશ્વ પટેલના જન્મદિવસ નિમિત્તે શાળાના તમામ ભૂલકાઓ માટે બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાળકોને મોહનથાળ,પૂરી-શાક તથા દાળ-ભાતનું સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું હતું. સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણતા બાળકોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી.આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી દીપકભાઈ પરમાર, સ્ટાફ પરિવાર, એસ.એમ.સી.સભ્યો તથા શાળાના તમામ ભૂલકાઓ દ્વારા ચિ.ઈવાન વિશ્વ પટેલને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી અને તેમના સારા સ્વાસ્થ્ય,સુખાકારી તથા ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
જન્મદિવસની ખુશીને બાળકો સાથે વહેંચી તેમની ખુશીમાં સહભાગી બનવાનો આ સેવાભાવી પ્રયાસ “ખુશી વહેંચવાથી વધે છે” તે સુંદર સંદેશ આપી ગયો હતો.શાળા પરિવાર દ્વારા ઈવાન વિશ્વ પટેલ તથા તેમના પરિવારનો આ સુંદર સેવાકાર્ય બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
રિપોર્ટર
આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App